Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સલાયાના આરીફે રાજકોટમાં સોહિલને ચોરી કરવામાં સાથ ન દેતાં છરીના ઘા

ભગવતીપરામાં નશો કર્યા બાદ સોહિલ ઉર્ફ બાડાએ સાથે ચોરી કરવા આવવાનું કહેતાં ના પાડતા હાથ અને બેઠક પર ઘા ઝીંકયા

રાજકોટ તા. ૨૧: જામખંભાળીયાના સલાયા ગામના વતની અને હાલ રૂખડીયાપરામાં રહેતાં અને ભગવતીપરા વિસ્તારમાં મચ્છી વેંચી ગુજરાન ચલાવતાં આરીફ તાલબભાઇ વાઘેર (ઉ.૨૬)ને મોડી રાત્રે દોઢેક વાગ્યે તે ભગવતીપરા મામા સાહેબના મંદિર પાસે હતો ત્યારે ભગવતીપરા મિંયાણાવાસમાં રહેતાં સોહિલ ઉર્ફ બાડો નામના શખ્સે છરીથી હુમલો કરી હાથ અને બેઠક પર છરીના ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

આરીફના કહેવા મુજબ પોતે રાત્રે ભગવતીપરામાં ઢાળ પાસે હતો ત્યારે સોહિલ ઉર્ફ બાડો નશો કરીને આવ્યો હતો અને પોતાની સાથે નજીકના ઘરોમાં ચોરી કરવા આવવાનું કહેતાં તેની સાથે જવાની પાડતાં છરીથી હુમલો કરી ભાગી ગયો હતો.

(10:41 am IST)
  • રાજકોટમાં ૪૦.૨ ડીગ્રીઃ ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 3:39 pm IST

  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • મધ્યપ્રદેશના ઝાંસી ખાતે ઈવીએમ ભરેલી બે ગાડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો : આ ઈવીએમ ભરેલી બંને ગાડીઓ માર્કેટ યાર્ડમાં મૂકીને કર્મચારીઓ ભાગી ગયાનું વિકાસ યોગી નામના પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યુ છે access_time 3:51 pm IST