Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જામકંડોરણા ભારતીય કિશાન સંઘ દ્વારા પાક વિમો ચુકવવા મામલતદારને આવેદન

જામકંડોરણા ભારતીય કિશાન સંઘ દ્વારા કપાસનો પાકવીમો ચુકવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવેલ તે પ્રસંગની તસ્‍વીર (તસ્‍વીરઃ મનસુખ બાલધા)

જામકંડોરણા તા. ર૧ : જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા મુખ્‍યમંત્રી કૃષિમંત્રી તથા રીલાયન્‍સ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના મેનેજરને ઉદેશીને જામકંડોરણા મામલતદારને કપાસનો પાક વિમો તાત્‍કાલીક ચુકવી આપવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં માંગ કરવામાં આવેલ છે કે રાજકોટ જીલ્લામાં અપુરતો અને અનિયમિત વરસાદ પડવાને કારણે મોટા ભાગના તાલુકાઓમાં અછત અને અર્ધઅછતની પરિસ્‍થિતિ સર્જાઇ છે કપાસ અને મગફળી સૌરાષ્‍ટ્રના મુખ્‍ય પાકો છે વરસાદના અભાવે મગફળી અને કપાસનો પાક નિષ્‍ફળ ગયેલ છે.

અછતની પરિસ્‍થિતી હોવા છતા મગફળીનો પાકવિમો અપુરતો ચુકવાયેલ છે તેમજ કપાસના પાકની મોસમ પુરી થઇ ગયેલ છે ક્રોપ કટીંગની કામગીરી પણ ઘણા સમય પહેલા પુરી થઇ ગઇ છે અને નવા પાક ધિરાણ પણ ચાલુ થઇ ગયેલ છે છતાં પણ રાજકોટ જીલ્લામાં ખેડુોતને કપાસનો પાકવીમો ચુકવવામાં આવેલ નથી.

વરસાદના અભાવે સિંચાઇની ઉપલબ્‍ધી ન હોવાથી ખેડુતો રવિપાકનું વાવેતર કરી શકયા નથી જેથી ખેડુતો હાલ આર્થિક રીતે ચિંતાજનક છે વિમા કંપનીએ મગફળીના વિમામા ઠાગાઠૈયા કરેલ છે અને કપાસનો પાક વિમો હજુ સુધી નહી ચુકવી અન્‍યાય કરેલ છે.કિસાન સંઘે પાકવીમો ચુકવવા વારંવાર રજુઆત કરવા છતાં સરકાસર સઆ બાબત ધ્‍યાનમાં ન લેતા ખેડુતોનો સરકાર પ્રત્‍યેની લાગણી દુભાય છે અને નારાજગી વધી છે ત્‍યારે વિમા કંપનીને કડક સુચના આપીતા.૩૧/પ/ર૦૧૯ સુધીમાં કપાસનો પાકવીમો ખેડુતોને ચુકવી આપવામાં આવ ેતેવી માંગ કરેલ છે.

તા.૩૧/પ સુધીમાં કપાસનો પાકવીમો ચુકવવામાં નહી આવે તો તા. ૧/૬/ર૦૧૯ થી રાજકોટ જીલ્લામાં ભારતીય કિશાન સંઘ દ્વારા અનશન આંદોલન અથવા આર્યજનક કાર્યક્રમ આપવાની ચિમકી ઉચ્‍ચારેલછે આ આવેદનપત્ર આપતી વેળાએ જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેશાઇ સહિતના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:09 am IST)