Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

વઢવાણના સાંકળીમાં વિજ ચેકીંગ ટીમ ઉપર પથ્થરમારો

 વઢવાણ તા. ર૧ :.. સુરેન્દ્રનગર જીલ્લાનાં વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં વિજ ચેકીંગ ટીમ ઉપર પથ્થરમારો થતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સાંગળી ગામમાં વિજ ચેકીંગની ટીમ ચેકીંગ માટે ગઇ હતી. ત્યારે ગ્રામજનોએ પથ્થરમારો કરતા ગાડીના કાચ ફુટયા હતાં. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

આ બનાવ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનમાં  ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

(3:56 pm IST)