Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પૂ. અ. સૌ. શ્રી. લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાનાં સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરને આંગણે ત્રિદિનાત્મક મહિલા સત્સંગ શિબિર દ્રોણેશ્વર પરિસરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા ૧૫૦૦ બહેનો શોભાયાત્રામાં જોડાયા

ઉના, તા : ૨1, વડતાલ પીઠાધિપતિ પ. પૂ. ધ. ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની પ્રેરણાથી પૂ. અ. સૌ. શ્રી. લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાની નિશ્રામાં નારી શક્તિ અને નારી ભક્તિ અંતર્ગત ત્રિદિનાત્મક મહિલા સત્સંગ શિબિરનું આયોજન થયેલ છે.

        ત્રણ દિવસ ચાલનારી આ શિબિરમાં પ્રથમ દિવસે હનુમાનજી મહારાજના મંદિરથી કથા સ્થાન સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.   

        તેમાં પ્રથમ બજરંગ બેન્ડ પાર્ટી, ડીજે સાઉન્ડ રથ, ઠાકોરજીનો રથ, શસ્ત્રધારી બહેનો, સાંખ્યયોગી બહેનોનો રથ, ધૂન કરતાં સાંખ્યયોગી બહેનો, ગુરુકુળ બહેનોની રાસ મંડળી, લેજીમ પાર્ટી, કળશધારી બહેનો, છત્રી રાસ, સત્સંગીજીવન ગ્રંથની પોથીધારી બહેનો, બેડા રાસ વગેરે જોડાયા હતા.

        શોભાયાત્રા બાદ ગાદીવાળાએ દીપ પ્રાગટ્ય કરી ઠાકોરજીનું પૂજન કરી શિબિરની શરૂઆત કરાવી હતી.

        પૂજ્ય ગાદીવાળાએ સંપ્રદાયમાં બહેનોનું સ્થાન તથા બહેનો ભક્તોના ચરિત્રોની વાત કરી શુભ આશિર્વાદ આપ્યા હતા.

        આ શિબિરમાં અમરેલીથી સાંખ્યયોગી લીલાબા તથા દુધાળાથી સાંખ્યયોગી ભાનુબેન તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, ગઢપુર, ડભાણ, વિરપુર, લોજ, નાગપુર  વગેરેથી ૫૦ જેટલા સાંખ્યયોગી બહેનો જોડાયા હતા.

(12:40 pm IST)