Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ટ્રક ચોરનાર માણાવદર અને મોસાના શખ્સ ઝબ્બે

જુનાગઢ તા.૨૧: અત્રેની શાખાના પો. હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, તથા ભરતભાઇ સોનારા તથા વિજયભાઇ નાથાભાઇ બડવા, હિતેન્દ્રભાઇ વીરાભાઇ પરમાર તથા પો. કોન્સ. સાહિલભાઇ હુશેનભાઇ સમા, દેવાભાઇ લખમણભાઇ ભારાઇ, રોહિત રામકુમાર ધાધલ, દાનભાઇ જીણાભાઇ કાંબલીયા, આઝાદસિંહ મુળુભાઇ સિસોદિયા, વિે. જુનાગઢ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન પો.કોન્સ. સાહિલભાઇ સમાને બાતમી રાહે હકીકત મળેલ કે કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૭૨/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ ટ્રક (ડમ્પર) નં. જી.જે. ૧૦યુ ૬૯૬૬ ના આરોપીઓ મો.સા. નં. જી.જે. ૧૬એઇ ૦૮૨૫ લઇને માંગરોળ તરફથી ચાંદીગઢ પાડીયા થઇ કેશોદ તરફ આવતા હોય તેવી હકીકત આધારે (૧) ભીખા ઉર્ફે ભીખન હીરાભાઇ કોડીયાતર ઉવ. ૩૯ રહે. મોસાગામ તા.જી. પોરબંદર તથા (૨) લખમણભાઇ જુઠાભાઇ કોડીયાતર ઉવ. ૨૨ રહે. માણાવદર પરા વિસ્તાર વાળાઓને ગુનામાં ઉપયોગમાં લીધેલ હીરો હોન્ડા મો.સા. નં. જી.જે. ૧૬ એઇ ૦૮૨૫ કિ. રૂ. ૧૫૦૦૦/- તથા નં. (૧) પાસેથી સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ -૧ કિ.રૂ. ૫૦૦ તથા નં. (ર) પાસેથી સેમસંગ કંપનોનો સાદો મોબાઇલ -૧ કિ.રૂ. ૫૦૦ મળી કુલ કિ. રૂ. ૧૬૦૦૦/- ના મુદામાલ સાથે મજકુર બન્ને ઇસમોને સી.આર.પી.સી. ક. ૪૧ (૧) આઇ. મુજબ અટક કરી કેશોદ પો.સ્ટે.નો ઉપરોકત ગુન્હો શોધી કાઢેલ અને આગળની કાર્યવાહી માટે આરોપીઓને કેશોદ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.(૧.૧૧)

(12:34 pm IST)