Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ ઉંડુ ઉતારવાનો પ્રારંભ

 જૂનાગઢ : મહાનગરપાલીકા દ્વારા જળસંચય યોજનાનો નરસિંહ મહેતા તળાવ ખાતે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ મેયર આદ્યશકિતબેન મજમુદાર સ્થાયી સમીતી ચેરમેન નિલેશભાઇ ધુલેશિયા, નાયબ કમિ. એમ.કે.નંદાણિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મજરૂની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. મેયરશ્રી આદ્યશકિતબેન મજમુદારએ જણાવ્યું હતુ કે, સરકાર તથા મહાનગરપાલીકા દ્વારા જળસંચય અભિયાન કાર્યરત છે. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવતા ૧૫ સ્થળે ૮ તળાવ, ૪ - જળાશય તથા ૩- ચેકડેમ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવનાર છે. સ્થાયી સમિતિ ચેરમેન નિલેશભાઇ ધુલેશિયાએ જણાવ્યું છે કે, જૂનાગઢ શહેરનું નરસિંહ મહેતા તળાવ નવ સાધ્ય થાય તે દરેક નાગરીકનું સપનું છે. આ સપનાને સાકાર કરવા અમારી ટીમ કટીબધ્ધ છે. આ કાર્યક્રમમાં કોર્પોરેટર શૈલેષભાઇ દવે, પ્રીતીબેન સાંગાણી, નિર્ભયભાઇ પુરોહિત, એભાભાઇ કટારા, ભરતભાઇ કારેણા, હિમાંશુભાઇ પંડયા, ધરમણભાઇ ડાંગર, ભુપતભાઇ શેઠીયા, રાકેશભાઇ ધુલેશિયા, વિજયભાઇ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, યોગીભાઇ પઢીયાર,ચંદ્રેશભાઇ હેરમા, પ્રદિપભાઇ ખીમાણી, સંજયભાઇ ધોરાજીયા, અમૃતભાઇ દેસાઇ, નાયબ કાર્યપાલક એન્જીનીયર રાજુભાઇ કુછડીયા કોર્પોરેશનના અધિકારી - કર્મચારીઓ તથા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ થયો તે તસ્વીર.(૪૫.૪)

(12:20 pm IST)
  • એફ્રોએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ' ના હેવાલ મુજબ 8,230 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનિક દેશ છે. આ યાદીમાં અમેરિકા 62,584 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યાર બાદ 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા ક્રમે અને 19,522 અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાન ત્રીજા ક્રમે છે. access_time 5:52 am IST

  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST