Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મધ્ય અરબી સમુદ્રમાં આજે બીજુ લો પ્રેશર સર્જાવાની શકયતાઃ ૮૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે

માછીમારોને દરીયો ન ખેડવા સુચના

રાજકોટ,તા.૨૧: અરબી સમુદ્રમાં સર્જાયેલું સાગર વાવાઝોડું સોમાલિયાના કિનારે પહોંચી ગયું છે અને ગુજરાત ઉપરથી જોખમ ટળ્યું છે ત્યારે મધ્ય અરબી સમુદ્રમાં વધુ એક હવાનું દબાણ આકાર લઈ રહ્યું છે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર સોમવારે મધ્ય અરબી સમુદ્રમાં હવાનું બીજું લો પ્રેશર આકાર લેશે. હાલ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. જો કે આ પ્રેશર કઈ દિશા તરફ આગળ વધશે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત થયું છે.

આ વાવાઝોડું સાગર હાલ સોમાલિયાનો કિનારો પાર કરી ગયું છે અને દરિયામાં ૬૫ થી ૭૫ કિ.મી.ની ગતિએ પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે તેની ઝડપ વધીને ૮૫ કિ.મી.પ્રતિ કલાક પહોંચે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા સુચના આપવામાં આવી છે.(૩૦.૫)

(11:59 am IST)