Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જુનાગઢ રાધારમણ વહિવટી સમિતી, સ્વામિનારાયણ મંદિર દ્વારા જળસંચય અભિયાનમા સહાય

જુનાગઢ, તા.૨૧:જૂનાગઢ તા.૧૮,જૂનાગઢ શહેરમાં આવે પ્રાચિન તિર્થસ્થળ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી ભુમિ જવાહરરોડ સ્થિત મંદીર કે જે રાધારમણદેવ વહીવટી સમિતિ જૂનાગઢ સંચાલીત છે તેના ચેરમેનશ્રી જાદવજીભાઇ જેરામભાઇ ચાવડા, ટ્રસ્ટી શ્રી નંદલાલભાઇ બામટા, મહંત શાસ્ત્રી સ્વામિશ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી, ભકતીદર્શન સ્વામિ, શ્રી મુકતસ્વરૂપ સ્વામિએ  કલેકટર કચેરીએ રુબરૂ જઇને કલેકટરશ્રી ડો. સૈારભ પારધીને રૂ. એક લાખ પચ્ચીસ હજાર રુપીયાની ધનરાશીનોનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધનરાશીમાંથી લોક સહયોગનાં ભાગરૂપ આગામી દિવસોમાં વંથલી  તાલુકાનાં ધંધુસર, માણાવદર તાલુકાનાં આંબલીયા, માળીયા હાટીના તાલુકાનાં ભંડુરી અને માળીયા ગામોએ જળસંચયનાં કામો હાથ ધરાનાર છે.

ચેક અર્પણ કરતી વેળાએ મંદિરના સ્વામીશ્રી મુકતસ્વરૂપ સ્વામીએ પ્રતીભાવમાં જણાવ્યુ હતુ કે રાજયના દિર્દ્યદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડુતો અને ખેતીની ખેવના કરી છે. જળ હશે તો જીવન બચશે પણ જળ વિના ખેતી અને ખુડુતની ખેવના સુજલામ સુફલામ જળસંચય અભિયાન થકી વ્યકત થઇ છે. આજે જૂના સ્વામિનારાયણ મંદિર એટલે કે રાધારમણદેવ વહીવટી સમિતિ દ્વારા આ જળસંચય અભિયાનમાં સરકારને અમે ફુલની પાંખડી રૂપ લોકભાગીદારી વ્યકત કરી છે. આવનાર દિવસોમાં સારા વરસાદથી ભુગર્ભ જળસ્ત્રોત રિચાર્જ થાય અને ગુજરાત રાજય ધનધાન્યથી ફલેફુલે તેવી પ્રભુ સ્વામિનારાયણને પ્રાર્થના,  આ તકે ચેરમેનશ્રી જાદવજીભાઇ અને ટ્રસ્ટી નંદલાલભાઇએ રાજય સરકારનાં લોકોપયોગી કાર્યોમાં સ્વામિનારાયણ મંદિર તરફથી જે કાંઇ સહયોગ જોશે તે આપવા તત્ત્।પરતા વ્યકત કરી હતી. કલેકટરશ્રી ડો. સૈારભ પારદ્યીએ ધર્મસ્થળોનાં સંતોનાં આ જળસંચય અભિયાનમાં આશિર્વાદ સાથે આર્થિક અનુદાન સહાયથી જે સહયોગ સાંપડ્યો છે તે આવકાર દાયક છે. સૈા એ પોતાનાં ગામમાં શકય હોય ત્યાં વરસાદી નીરને સંગ્રહીત કરવા કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.(૨૨.૨)

(10:58 am IST)
  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST

  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST