Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ચોટીલામાં સરકારી વિનિયમન કોલેજના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

સુરેન્દ્રનગર, તા.૨૧:  છેવાડાના વિદ્યાર્થીઓને ગુણવત્ત્।ાયુકત ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચોટીલા ખાતે સરકારી વિનિયન કોલેજના નવનિર્મિત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું.

ચોટીલા ખાતે રૂપિયા ૧૦.૫૨ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સરકારી વિનિયન કોલેજના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં આજે શિક્ષણ અને પાણીની ભુખ જાગી છે, ત્યારે રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા શિક્ષણને લગતા કાર્યક્રમો યોજી શિક્ષણનું  સ્તર ઉચું લાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. રાજયમાં પાણીના તળ ઉંચા આવે તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરેલ છે. સમગ્ર રાજયમાં ૧૩ હજાર તળાવો ઉંડા કરવા અને ૩૩ નદીઓને પુનજીર્વિત કરવાનું મહા અભિયાન શરૂ કરેલ છે તે અભિયાનમાં દરેકને જોડાવા અપીલ કરી હતી. પાણી એ ઇશ્વરે આપેલ મહામુલી અણમોલ ભેટ છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા મ ંત્રીશ્રીએ ઉપસ્થિતોને પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. 

તેમણે આ તકે વધુમાં ઉમેયું હતું કે શિક્ષણ એ રાજય અને રાષ્ટ્રના વિકાસ માટે પાયાની જરૂરીયાત છે. રાજય સરકારે પાયાથી માંડી ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે પુરતું  ધ્યાન આપ્યું છે. રાજય સરકારના અથાગ પ્રયાસોથી આજે ડ્રોપઆઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને શાળા નામાંકનમાં પણ સુધારો થવા પામેલ છે. શાળામાં જે બાળક રડતુ રડતુ જતુ હતું તેના સ્થાને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી બાળક હસતા હસતા ઉત્સાહભેર શાળાએ જતા થયા છે અને શાળા નામાંકન દર ૭૫ ટકાથી વધી ૯૯ ટકાએ પહોંચ્યું હોવાનુ ં પણ વધુમાં ઉમેર્યું હતું. ચોટીલા વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ માટેની જે તક ઉપલબ્ધ થયેલ છે તેનો વિદ્યાર્થીઓ યોગ્ય લાભ ઉઠાવે તે જોવાની શિક્ષકો અને વાલીઓની પણ ફરજ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું  હતું.

મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તકિત અનાવરણ કરી કોલેજને ખુલ્લી મુકી હતી. દિપપ્રાગટય મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ હતું  સ્વાગત પ્રવચન કોલેજના અચાર્યશ્રી ચેતનભાઇ ત્રિવેદીએ કરી કાર્યક્રમની સવિસ્તાર રૂપરેખા આપી હતી. આભારવિધિ પ્રો.વિપુલ કાલીયાણીયાએ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઇ પટેલ, ઋત્વીકભાઇ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.સી. પટેલ, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અનિરૂધ્ધસિંહ પઢીયાર, શૈલેષભાઇ ઉપાધ્યાય, સુરેશભાઇ ધરજીયા, નરેશભાઇ મારૂ, શંકરભાઇ વેગડ, વિરજીભાઇ પરાલીયા, રામભાઇ મેવાડા, પદાધિકારી- અધિકારી, વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ સહિત વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.(૨૨.૩)

(10:56 am IST)
  • લોકસભામાં ભાજપે પૂર્ણ બહુમતી ગુમાવી : સાથી પક્ષોના ભરોસે સરકારઃ ભાજપની ર૮ર બેઠકો હતી, ર૭૩ રહીઃ કર્ણાટકનું પ્રકરણ ભારે પડયુઃ યેદિયુરપ્પા અને રામુલુએ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા હતાઃ જો કે સરકાર પર કોઇ ખતરો નથી access_time 3:08 pm IST

  • ગુજરાતમાં ધોરણ-3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ - 5ના 41 ટકા વિદ્યાર્થીઓ 1000થી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ 3,5 અને 8ના 40 ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાના જવાબ આપી શકતા નથી. ધોરણ-3ના 50 ટકા, ધોરણ 5માં 53 ટકા શિક્ષકો ભણ્યા હોય તેનાથી જુદો વિષય ભણાવે છે તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. access_time 6:19 am IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST