Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સુરેન્દ્રનગરના છેવાડાના ગામ ખારાગોયાના રણપંથકમાં

કાળઝાળ ગરમીમાં ૧૫ હજાર અગરિયા પરિવારો પાણી માટે તલશે છેઃ બાળકો વૃધ્ધોની કફોડી હાલત

૧૦ દિવસે પાણીના ટેન્કરને બદલે પ દિવસે ટેન્કર ફાળવવા માંગણી રણમાં એકપણ ઝાડ ન હોય એક તંબુમાં ૧૫-૨૦ માણસો ગરમીથી રક્ષણ મેળવવા બેસી રહે છે બાળકો-વુધ્ધોને લૂં થી બચાવવા ઓછાડ ભીના કરી ઓઢાડાય છે

સુરેન્દ્રનગર ના છેવાડાના ગામે ખારાખોયામાં રણવિસ્તારમાં પાણીની કેવી કઠીન સમસ્યા છે તેની ગવાહી પુરતી તસ્વીરોમાં રણપ્રદેશમાં ઝાડ ન હોવાથી બાળકો ખુલ્લામાં લૂંથી બચવા ભીની ચાદર ઓઢીને રક્ષણ મેળવવા તથા બીજી તસ્વીરમાં કુવામાંથી પાણી મેળવવા મથતા બહેનો ત્રીજી તસ્વીરમાં ગાડામાર્ગે દુર સુધી પાણી મેળવવા જતા લોકો તેમજ ચોથી તસ્વીરમાં પાણી મેળવવા ભુલકાઓ પણ સાયકલ પર કેરબા લઇને નીકળેલ નજરે પડે છે. (તસ્વીર-ફારૂક ચોૈહાણ, વઢવાણ)

વઢવાણ તા. ૨૧: સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ગરમીનો પારો વધતો જતા જિલ્લા ભરમાં ભારે ગરમીના કારણે હાહાકાર સર્જાયો છે. ત્યારે ગરમી અને લૂં લાગવાના પણ જિલ્લામાં અનેક બનાવો બનતા રહે છે. ધ્રાંગધ્રા ખાતે એક ૮ વર્ષની બાળાનું લૂં લાગવાના બનાવ માં મોત પણ નિપજયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડા નું ગામ એટલે ખારા ગોયા ગામ જયા મજુર લોકો કાળી મજુરી કરી પોતાના પરિવારનો મહા મુસીબતે પેટનો ખાડો પુરી રહયા છે. એવા આ રણમાં આગરીયાઓના પરિવાર જનોને કયાય વૃક્ષ પણ જોવાા ન મળે છાયડો કયા શોધવો એ પણ ભગવાાન ને જયારે પુછવુ પડે? એવા આ ગરમીના આકરા તાપમાન પારા વચ્ચે ૧૫૦૦૦ હજાર જેટલા અગરીયાઓનું ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

રણમાં અગરીયાઓ એક એક ઝુંપડીમાં ૧૫ જણ ગરમીના તાપમાનથી બચવા માટે ભરાઇને બેસી રહેતા હોવાનું હાલમાં જાણવા મળી રહયું છે. ત્યારે કુદરતના કોપ અને નજારા રણમાં ધગધગતા લાવારસ સમાન સાબિત થઇ રહયા છે.

ત્યારે રણ વિસ્તારમાં રહેતા મોહનભાઇ જણાવે છે કે, રીતસર ચોમાાસામાં જે રીતે વસસાદ કુદરત વરસાવે છે એજ રીતે રણમાં ગરમી વરસતી બપોરના જોવા મળી રહી છે જમીન લાવાની જેમ ધગી રહી છે. ત્યારે બપોરના આકાશ એકલું અગન ગોળો વરસાવતા રણમાં વસતા અમારા પરિવારજનો ઉપર આભ નીચે ધરતી ઉપર જીવન વિતાવી રહયા છે.

આવી તોબા પોકારતી ગરમીમાં રણમાં ૧૫૦૦૦ હજાર જેટલા અગરીયાઓના પરિવારજનોને પીવા માટેના પાણી ની સમસ્યા પણ સર્જાઇ છે. માત્રને માત્ર ૧૦ દિવસે એક ટ્રેકટર પાણી- આપવા માટે આવે છે ત્યારે આ તાપમાન અને ગરમીમાં ભરેલા પાણીના ઘડા પણ બાસ્પીભવન થઇ અધુરા થઇ જાય છે ત્યારે ગરમીના તાપમાન માં ૧૫૦૦૦ હજાર રણના અગરીયા ઓને પિવાના પાણીની પણ ભારે સમસ્યા સર્જાઇ છે ત્યારે ૧૦ દિવસના બદલે ગરમીમાં ૫ દિવસે પાણીનું ટેન્કર ફાળવે એવી હાલમાં રજુઆત કરી રહયા છે.

ગરમીનો પારો વધવાના કારણે નાના નાના બાળકો ને ગરમીથી લૂ઼ લાગવાથી બચાવવા માટે માથે ઓછાડ ભીનો કરી ચાર બાળકોને ભેગા બેસાડી ગરમીના તાપમાનથી બચાવવા માટેના પ્રયાસો અગરીયાઓ કરી રહયા છે.

 સરકાર ટેન્ટ તાલપત્રી ફાળવે અને વધુ ઝુંપડા બનાવવા માટે મદદ કરે એેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાઓ મા હોટ સ્થાને રહેલું છે જેમાં પણ રણનો વિસ્તાર વધુને વધુ ધગધગતો રહે છે શહેરમાં જયારે ૪૫ થી ૪૬ ડિગ્રી તાપમાન થાય છે ત્યારે બેત્રણ ડિગ્રી તાપમાન રણમાં ઉંચુ રહે છે અને વધુ તાપમાન રણમા જોવા જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રણના અગરમાં કામ કરતા અગરીયાઓના ૧૫૦૦૦  જેટલા અગરીયાઓ ગરમીમાં ભારે મુસીબતમાં મુકાયા છે ત્યારે સરકાર નિષ્ફળ રહી હોવાનું પણ જણાવી રહયા  છે.(૧.૨)

(10:56 am IST)