Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જૂનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ભવન નિર્માણાર્થે યોજાઇ ભુમિપૂજનવિધિ : શિક્ષણની ઉત્ત્।મ ગુણવત્તા માટે સામુદાયિક ભાવ કેળવીએ

 જૂનાગઢ તા.૧૮,ભકત કવિ નરસૈયાની કર્મભુમિ જૂનાગઢની આગવી ઓળખ બનવા જઇ રહેલ બિલખા રોડ પર ખડીયા ગામ નજીક નવા આયામો સાથે ગરવા ગિરનારનું આભુષણ ભકત કવી નરસિંહ મહેતા યુનિ. ભવનનું ભુમિપૂજન શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ૨૦૦ એકર એટલે કે ૯૫ હેકટર જમીનમાં સાકાર થનાર યુનિ. કેમ્પસ વૈશ્વિક સવલતોથી સભર હોય તેવી વ્યવસ્થા સાથે વિશ્વની ઉત્ત્।મ કક્ષાની રેંકીંગ યુનિ. તુલના કરી શકે તેવી સાધનિક સુવિધાઓ સભર ભવન નિર્માણાર્થે ભુમિપૂજન પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ કેમ્પસની ડીઝાઇન નિહાળી, બાદમાં શાસ્ત્રોકત યજ્ઞમાં બીડુ હોમી ભુમિ પુજન કર્યુ હતુ. વર્ષ ૨૦૧૬થી કાર્યાન્વીત ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. હવે આવનાર દિવસોમાં બિલખા રોડની શોભા બની રહેશે. ત્યારે મંત્રીશ્રીએ ભુમિપુજન કાર્યક્રમ પ્રસંગે આયોજીત કાર્યક્રને દિપપ્રાગટ્યથી ખુલ્લો મુકી જણાવ્યુ હતુ કે એજયુકેશન સ્લો એન્ડ લો પ્રોસેસ છે એવુ વ્યકિતગત મંતવ્ય વ્યકત કરૂ છુ છતાં શીક્ષણની ગુણવત્ત્।ા સુધારવા આપણે સૈાએ સામુદાયીક ભાવ કેળવવો એટલો જ જરૂરી છે.શિક્ષણનાં ફલકને વિસ્તારવા માટે સમાજનાં સાથની જરૂર છે, એકલા હાથે તાલી ના પડે તે જ રીતે શિક્ષણને ગતિશીલ અને પરીણામદાયી બનાવવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીના વાલીએ શિક્ષણ સાથે કદમ મિલાવવા પડશે. આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ ઈઝરાયલની વરસાદી જળ ઉપલબ્ધીનાં પ્રમાણમાં પાક ઉત્પાદન અને મુલ્યવર્ધનની વાત દોહરાવતા જણાવ્યુ હતુ કે ઈઝરાયલ જેવો નાનકડો દેશ સામુદાયીક ભાવથી વિકાસનાં કેવા પરિણામો હાંસલ કરી શકે છે તે આપણે અનુસરવા જેવી બાબત છે. ભવનાથ તિર્થક્ષેત્રનાં સંત મહામંડલેશ્વર પુ. વિશ્વંભર ભારતી બાપુએ ઉપસ્થિત શિક્ષણનાં મર્મજ્ઞોને સંબોધતા જણાવ્યુ હતુ કે શિક્ષીત સમાજ હમેંશા પ્રગતીશીલ હોય છે. સમાજનાં નાનામાં નાના પરિવારની દિકરો હોય કે દિકરી હમેંશા ભણાવવા એ માવતર સાથે સભ્ય સમાજની સહિયારી જવાબદારી છે. ભારતીબાપુએ સૈાનો સાથ સૈાનો વિકાસ મંત્રને સાર્થક કરવા જળસંચય અને જળસીંચન કાર્યમાં રાજય સરકાર પ્રેરીત સુજલામ સુફલામ જળઅભિયાન કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.  જૂનાગઢ કૃષિ યુનિ. નાં વાઇસ ચાન્સેલર ડો. એ.આર. પાઠકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિની ટુંકાગાળામાં થયેલ પ્રગતિ અને શિક્ષણક્ષેત્રે હાથધરાયેલ કાર્યોને બીરદાવ્યા હતા. જૂનાગઢ હવે સાચા અર્થમાં શિક્ષણનગરીનું બિરૂદ હાંસલ કરવામાં જરાય ઉણપ અનુભવશે નહીં તેની પ્રતીતી કરાવી હતી. કાર્યક્રમનાં પ્રારંભે કુલપતિ ડો. જીવરાજભાઇ મૈયાણીએ શાબ્દિક સ્વાગત અને યુનિ. વિકાસ યોજનાની વાત રજુ કરતા જણાવ્યુ હતુ કે જૂનાગઢની પ્રબુધ્ધ શિક્ષણપ્રેમી જનતાનાં સહયોગથી ભકતકવિનરસિંહ મહેતા યુનિ. ભવન નિર્માણ માટે આજે ભુમિપૂજન કાર્યક્રમ સંપન્ન થતાં આવનાર દિવસોમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. શિક્ષણ-સંશોધન-વિસ્તરણ ક્ષેત્રે આગવી છાપ અંકીત કરવા સક્ષમ બનશે. આ પરિસરમાં ભકતકવિ નરસિંહમહેતાનાં જીવન કવન અને સાહિત્યનું રિચર્સ સેન્ટર કાર્યરત થશે. સાથે સંસ્કાર યુકત શિક્ષણ સંગાથે રાષ્ટ્રને સમર્પિત યુવાનોનું નિર્માણ કરવાનું માધ્યમ બનશે.  આ પ્રસંગે જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી, નગરસેવકશ્રી સંજયભાઇ કોરડીયા, નિલેષભાઇ ધુલેશીયા, અગ્રણીશ્રી પ્રદિપભાઇ ખીમાણી, કલેકટરશ્રી સૈારભ પારદ્યી, મહંતશ્રી શેરનાથ બાપુ, ગણપતગીરી બાપુ, હરીહરાનંદભારતીજી, ઈન્દ્રભારતીજી, હેમંતભાઇ નાણાવટી, શૈલેષભાઇ દવે, પુનિતભાઇ શર્મા, રત્નાબાપા ઠુમર, યોગી પઢીયાર, ધીરૂભાઇ ગોહેલ સહિત વિવિધ કોલેજનાં અધ્યાપકશ્રીઓ, વિવિધ અનુસ્નાતક ફેકલ્ટીનાં છાત્રો, જૂનાગઢનાં પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે આભારદર્શન એ. એચ. બાપોદરાએ કર્યુ હતુ સંચાલન શ્રી દવેએ કર્યુ હતુ. (૨૨.૧૬)

(10:54 am IST)
  • ધોરણ 10ના રીઝલ્ટની તમામ તારીખો ખોટી : બોર્ડ દ્વારા એક પણ તારીખ જાહેર નથી કરાઈ હોવાની સ્પષ્ટતા : ૨૩ મે ના દિવસે પરીક્ષા સમીતીની બેઠક મળશે : બેઠક બાદ જાહેર કરાશે સાચી તારીખ : પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે : માર્કશીટ તૈયાર થયા પછી જ જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામના ૩ દિવસ પહેલા જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામની તારીખોને લઈને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી કરાઈ અપીલ access_time 6:44 pm IST

  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST

  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST