Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જુનાગઢ લાયન્સ કલબનું એકઝીબીશન કમ સેલનો પ્રારંભ

જુનાગઢઃ લાયન્સ કલબ જુનાગઢ રૂદ્રાક્ષ દ્વારા અને સવારે સરદાર પટેલ હોલ જયશ્રી સિનેમા રોડ ખાતે દ્વિદિવસીય એકઝીબીશન કમ સેલનો મેયર આદ્યશકિતબેન મજમુદાર ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં દિપ પ્રાગટય કરતા મેયર અને ધારાસભ્ય સાથે લાયન્સ કલબના પ્રમુખ રમેશભાઇ રામાણી, રૂપલબેન લખલાણી, અમિત ચરાડવા, પારસ પાનસુરીયા, જીજ્ઞેશ પોલરા, મહેશભાઇ ઉપાધ્યાય તેમજ વિશ્વાસ કિચનવેર દ્વારા ઉભો કરાયેલ સ્ટોરની મુલાકાત લેતા ગીતાબેન મહેતા સાથે સંચાલક સુરેશ ભરાડ ચેતન દવે તેમજ આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત ભરતભાઇ વાંક, અમુભાઇ પાનસુરીયા, અર્જુનભાઇ ડાંગર, કાર્તીક ઠાકર, મુકેશભાઇ મહેતા તેમજ શૈલેષભાઇ પંડયા શ્રીમતી વિણાબેન પંડયા સહીતના નજરે પડે છે. બહેનો દ્વારા ઘરે બેસીને બનાવવામાં આવેલ હાથવણાટ સહીતની ચીજવસ્તુઓ તેમજ રસોડાને ઉપયોગી વસ્તુઓના આસેલથી મહિલાઓ દ્વારા થતી પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે છે તેમ રૂપલબેન લખલાણીએ જણાવ્યું હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા) (૪.૧૦)

 

(10:53 am IST)
  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST

  • ઋષિકેશ-ચારધામ યાત્રામાં 90 નવી બસ સામેલ કરાશે : ચારધામ યાત્રા જોરશોરથી શરુ છે એવામાં પરિવહન વિભાગ પણ પોતાની તરફથી યાત્રાના સફળ સંચાલન માટે ગંભીર છે ચાર ધામ યાત્રામાં આવેલા યાત્રિકોને કોઈ સમસ્યા થાય નહીં એટલા માટે પરિવહન નિગમ બસનો નવો કાફલો જોડવા જઈ રહયું છે access_time 5:43 am IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST