Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઉના પાસે ૧ર૦ પગથિયા અને પ માળની પૌરાણિક વાવ

૧૩૦૦ વર્ષ જુની વાવનું બાંધકામ એક રાત્રીમાં કર્યાની લોકવાયકાઃ મંદિર આકારના ઘુમ્મટઃ બાંધકામમાં ચૂના સીમેન્ટનો ઉપયોગ નહી છતાં મજબૂતઃ દરેક પીલોર ઉપર બેનમૂન નકશીકામઃ આજે પઠન ગ્રામ પંચાયત દ્વારા પીવાનો ઉપયોગઃ અંગ્રેજીના એલ આકારની વાવ

ઉના, તા.૨૧: ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા થી આવેલ ૪ કિલોમીટર વરસિંગપુર ગામે વર્ષો પુરાણી પગથિયાં વાળી વાવ આવેલી છે. આ વાવ માં ૧૨૦ પગથિયાં અને ૫ માળ છે..દરેક માળ પછી નાની પ્રાંગણ બેઠક છે.. વાવ ની ઉપર વટેમાર્ગુ ના વિસામા માટે દ્યુમ્મટ વાળી ૪ બેઠક આવેલી છે.. આ વાવ ની ડિઝાઇન અંગ્રેજી ના L ( એલ ) જેવી છે.. હાલ માં પણ આ વાવ માંથી ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી ઉપયોગ માં લેવાય છે..

આશરે ૧૩૦૦ થી વધુ વર્ષ જૂની આ વાવનું બાંધકામ એક જ રાત્રી દ્વારા કરવામાં આવ્યું છે તેવી લોકવાયકા છે. જો કે આ અંગે કોઈ નક્કર પુરાવા કોઈ પાસે થી જાણી શકાયા નથી.હાલમાં વાવ ની પશ્ચિમ દિશામાં મસ્જિદ છે જયારે વાવ ની સામે ઉત્તર દિશા માં હનુમાનજી નું મંદિર છે. વાવ ની ઉપર ના ભાગ ઉપર કુલ પાંચ મંદિર આકારના દ્યુમ્મટ છે. જેમાં શરૂઆત નો ઘુમ્મટ નષ્ટ થયેલ છે અને હાલ ચાર ઘુમ્મટ મોજુદ છે.. વાવ ની અંદર જેટલા ઘુમ્મટ તેટલા માળ આવેલા છે. જેમના બે થી વધુ માળ દટાય ગયા છે. દરેક માળ ને ચડ ઉતર કરવા માટે પગથિયાં છે. વાવ બનાવવા માટે દરેક પથ્થર ઉપર બારીકાઈ થી અદ્દભુત કોતરકામ કરવામાં આવ્યું છે.. વાવ ની ઉપર આવેલ ચારેય બેઠક અને બેઠક ની ઉપરનું છત અને તેના પીલોર ઉપર બેનમૂન નકશી કામ કરવામાં આવ્યું છે.

આ વાવ ના બાંધકામ માં ચૂનો કે સિમેન્ટ કે કોઈ અન્ય પદાર્થ નો ઉપયોગ કરવામાં આવેલ નથી..તેમ છતાં તેની મજબૂતાઈ એ એક ખાસ વિશિષ્ટતા અને તેની કારીગરી ની ખાસિયત બતાવે છે. આ અકલ્પનીય બાંધકામ માં આવેલ કુવા માંથી હાલ પણ લોકો પાણી પીવા માં ઉપયોગ માં લે છે.

હાલ આ વાવ ગામના છેડે આવેલ છે અને ખૂબ જ જીર્ણ અવસ્થામાં છે.. વાવ ની આજુબાજુ માં ઝાડીઓ અને કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે.જેની સફાઈ ગ્રામ પંચાયત કે કોઈ સરકારી ખાતા દ્વારા કરવામાં નથી આવતી..પુરાતત્ત્વ ખાતા આ બાબતે જાણ હોવા છતાં કોઈ રસ દાખવતું નથી.

જાગૃત શિક્ષક દ્વારા પુરાતત્ત્વ ખાતા ને જાણ કરાયેલ અને પુરાતત્ત્વ ખાતા દ્વારા સ્થળ પર આવીને અજાણી લિપિ માં લખેલ પથ્થર અને બીજા એક પથ્થર ઉપર સ્ત્રી પુરુષ ની આકૃતિવાળો પથ્થર એમ બે પથ્થર કોઇ સાથે લઈ ગયેલ..જે પથ્થર હાલ કયા છે તેની કોઈ ને જાણ નથી..એ અંગે પણ તપાસ થવી જોઈએ કે હાલ આ પથ્થર કયા છે

જો આ અતિપૌરાણીક વાવ ને પુરાતત્ત્વ વિભાગ માં સમાવવામાં આવે અને તેની જાળવણી કરીને એક પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો આ વાવ નષ્ટ થતા બચી જાય તેમ છે. આ વાવ ના વિકાસ થવાથી આ ગામનો પણ વિકાસ થઈ શકે તેવી ગ્રામજનોની માંગણી છે. (૨૩.૪)

(10:53 am IST)
  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST

  • ઋષિકેશ-ચારધામ યાત્રામાં 90 નવી બસ સામેલ કરાશે : ચારધામ યાત્રા જોરશોરથી શરુ છે એવામાં પરિવહન વિભાગ પણ પોતાની તરફથી યાત્રાના સફળ સંચાલન માટે ગંભીર છે ચાર ધામ યાત્રામાં આવેલા યાત્રિકોને કોઈ સમસ્યા થાય નહીં એટલા માટે પરિવહન નિગમ બસનો નવો કાફલો જોડવા જઈ રહયું છે access_time 5:43 am IST

  • કર્ણાટકમાં ભાજપ કરશે કમબેક ?:કુમારસ્વામીના શપથ પહેલા જ કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ડખ્ખો :નાયબ મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં પણ અસંતોષ ભભૂક્યો :બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે જનાધાર મજબૂત થવાની શકયતા ઓછી:ભાજપને વિશ્વાસ છે કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં 'મતભેદો'ને કારણે રાજ્યમાં કમબેક કરી શકે છે: કોંગ્રેસ-જેડીએસ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે મતભેદોને કારણે તેમનો જનાધાર મજબૂત નહિ થાય access_time 1:59 pm IST