Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મોરબીમાં વધુ ત્રણ બાઈક ચોરી થયાની ફરિયાદ

મોરબીમાં વધુ ત્રણ બાઈકની ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ ધર્મભૂમિ સોસાયટીમાં રહેતા બચુભાઈ ગંગાભાઈ વિઠલ્લાપરા(ઉ.૫૭) પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ડી ૪૩૮૨ કીમત રૂ.૩૦૦૦૦ વાળું લઈને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ એન્ટીક ટાવરમાં તા.૨ ના રોજ ગયા હોય દરમિયાન સાંજના સુમારે કોઈ અજાણ્યા ઇસમ તેનું મોટર સાઈકલ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 બીજા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા નીતિનભાઈ રઘુભાઈ કોળી (ઉ.૨૫) વાળનું મોટર સાઈકલ જીજે ૧૩ એઈ ૧૬૨૧ કીમત રૂ.૧૫૦૦૦ તથા તેના બાપુજીના માલિકીનું જીજે ૧૩ એમએમ ૬૫૯૮ કીમત રૂ.૧૦૦૦૦ બંને પોતના ઘર પાસે પડ્યા હોય દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:21 am IST)
  • એફ્રોએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ' ના હેવાલ મુજબ 8,230 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનિક દેશ છે. આ યાદીમાં અમેરિકા 62,584 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યાર બાદ 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા ક્રમે અને 19,522 અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાન ત્રીજા ક્રમે છે. access_time 5:52 am IST

  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST

  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST