Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોરબીમાં કોરોના મહામારી સાથે માનવતા મહેકી, રાહતદરે મોસંબી-નાળીયેરનું વિતરણ

સરદાર કોમ્પ્લેક્ષ શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ કરાયું

મોરબીમાં કોરોના કહેર બેકાબુ બન્યો છે કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ માનવતા નેવે મુકીને ફ્રુટના વેપારીઓએ ભાવોમાં વધારો કરી નાખ્યો હોય જેથી દર્દીઓ ફ્રુટ ખાઈ સકે તેવી સ્થિતિ રહી નથી ત્યારે મોરબીના સેવાભાવી દ્વારા રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ શરુ કરાયું છે

મોરબીમાં કોરોના મહામારીને ધ્યાને લઈને સેમસંગ કેર દ્વારા રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર કોમ્પ્લેક્ષ શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લે તેવો અનુરોધ સેમસંગ કેરના સંચાલક દ્વારા કરવામાં આવ્યો છે

(9:38 pm IST)
  • સાબરમતી કાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકશાન : સાબરકાંઠાના વાતાવરણમાં પલટોઃ જિલ્લામાં મધરાત બાદ ભારે પવન સાથે વરસાદ, ખેતરમાં ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. access_time 4:07 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • રાફેલ ફાઇટર જેટનો 5મો જથ્થો નવા 4 ફાઇટર જેટ સાથે આજે સાંજે ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યો : આ સાથે હવે ભારતીય વાયુ સેના પાસે 18 રાફેલ ફાઇટર જેટની તાકાત થઈ access_time 11:35 pm IST