Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જામનગરમાં કોરોનાથી હાહાકાર : આજે સૌથી વધુ કોરોના કેસ જામનગર શહેર અને જિલ્લામાં નોંધાયા: જામનગર શહેરના 307 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 202 આમ કુલ ૫૦૯ કેસ નોંધાયા: ભારે ફફડાટ

જામનગરમાં કોરોનાથી હાહાકાર મચી જવા પામ્યો છે  આજે સૌથી વધુ કોરોના કેસ જામનગર શહેર અને જિલ્લામાં  નોંધાયા છે આજે જામનગર શહેરના 307 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 202 આમ કુલ ૫૦૯ કેસ જામનગર જિલ્લામાં નોંધાયા છે

 જામનગર શહેરમાં 131 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે જયારે જામનગર જિલ્લાના ગ્રામ્યમાં 130 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(6:31 pm IST)
  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST

  • કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધનની જાહેરાત : COVID19 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળની વીમા યોજના, આરોગ્ય સેવા આપતા કર્મચારીઓ માટે આજથી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. access_time 11:31 pm IST

  • કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, અત્યારના કોરોનાકાળ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં ડગ NTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. access_time 9:43 pm IST