Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ધારીના સોઢાપરા ગામમાં નશો કરેલ હાલતમાં ઝેરી દવા પી લેતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૧ ધારી તાલુકાના સોઢાપરા ગામે રહેતા વિપુલભાઇ મનસુખભાઇ અઘેરા ઉવ. ૫૫ દારૂ પીવાની ટેવવાળો તેમજ ખડતુ ભટકતુ જીવન જીવતો હોય. તા. ૧૭/૪ના બપોરના સમયે પોતાના ઘરે નશો કરેલ હાલમાં આવી પત્નિને જણાવેલ કે, મે નશામાં ભુલથી ઝેરી દવા પીધેલ છે અને ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું પત્નિ મનીષાબેને ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

બગસરામાં જુન મનદુઃખ કારણે બુગાભાઇ પુનાભાઇ વાઘેલા (ઉવ.૪૫)ને ભયા નરશી, નનુ નરશી, દિનેશ દેવરાજ, અનિલ દેવરાજ, વિપુલ નનુ વાડ દોરીયાએ પાઇપ કુહાડી અને ઢીકાપાટુ વડે માર મારી ફેકચર કરી ગાળો બોલી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરજમાં રૂકાવટ

ધારી પોલીસ સ્ટેશનમાં જનક વેગડા, આકાશ હિંમત સાગઠીયા દ્વારા આર.ટી.આઇ મુજબ માહિતી પ્રશ્ને બોલાચાલી કરી ઝપાઝપી કરી ફરજ પરના પી.એસ.આઇ.એન.એ વાઘેલાના જમણા હાથની આંગળી મરડી ગુન્હો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

(12:56 pm IST)