Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વિશ્વ વિખ્યાત યાત્રાધામ સાળંગપુર મુકામે સાદાઇથી શ્રી હનુમાન જયંતિ ઉજવાશે

ફકત સંતો -પાર્ષદો દ્વારા કરાશે દાદાનું પૂજન તેમજ વિશ્વશાંતિ માટે કરાશે શ્રી મારૂતિયજ્ઞ

વાંકાનેર,તા. ૨૧: સુપ્રિસધ્ધ યાત્રાધામ સાળંગપુર દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાજ જયંતિ  મહોત્સવ આગામી તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૧ને મંગળવારના દિવસે હાલની કોરોના વાયરસની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ સાદાઇથી ઉજવવામાં આવશે. જેમાં દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્યઆરતી કરવામાં આવશે. તેમજ ફકત સંતો -પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવશે. અને ત્યારબાદ દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવશે.

 

મંદિરના પૂજન અથાણાવાળા સંતમંડળના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના જણાવ્યા મુજબ હાલની કોરોના મહામારીને વિશેષ લક્ષમાં લઇ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે શ્રી હનુમાન જયંતિના પાવન દિવસે મારૂતિયજ્ઞ પણ કરવામાં આવશે. દર વર્ષે યોજાતા શ્રી હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત સમૂહયજ્ઞ પૂજન, લોકડાયરો વિગેરે તમામ જાહેર કાર્યક્રમો બંધ રાખેલ છે. તેમજ સરકારશ્રી તરફથી આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી જાહેર જનતા માટે મંદિરના દર્શન, આરતી, ધર્મશાળા તથા ભોજનાલય બંધ રાખેલ છે.

દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભકતજનોએ શ્રી હનુમાન જયંતિ ઉત્સવના પવિત્ર -પાવન તેમજ દિવ્ય દર્શનનો એન અભિષેકવિધી તથા અન્નકૂટ આરતીનો લાભ ઘરે બેઠા યુ-ટ્યુબ ચેનલ Salangpur Hanumanji- Official ના માધ્યમથી લેવા અપીલ કરવામાં આવે છે.

(12:06 pm IST)