Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

લીંબડીમાં અમદાવાદના યુવાનને મારી ૩ શખ્સોએ ૪૦ લાખ લૂંટી લીધા

અમદાવાદનો વિકાસ સસ્તા બિટકોઇન લેવા આવ્યો હતોઃ રાજકોટ-દહેગામ સહીતના ત્રણ શખ્સોના કારસ્તાનથી ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૨૧: સસ્તા બિટકોઇન આપવા માટેની લાલચ આપી યુવાનને નંબર વગરની મોટરમાં માર મારી ત્રણ શખ્સો રૂ.૪૦ લાખ યુવા પાસે પડાવી લઇ નાસી છુટવામાં સફળ રહયા છે. જયારે રાજકોટ-લીંબડી અને દહેગામના ત્રણ શખ્સો સામે રૂ. ૪૦ લાખની લુંટની ફરીયાદ લીંમડી પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ ઘટનામાં રાજકોટના ચેતન નામના શખ્સે ફેસબુક ઉપર ઓનલાઇન કિટ્ટો કરન્સી બનાવી ગુગલ ઉપર ડીસ્કાઉન્ટ આપવા અંગેની એક જાહેરાત મુકેલ હતી. જેમાં મહેસાણાના ચન્દ્રોય સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઇ રાવલે અમદાવાદ બોકડદેવ જી.પ.માં આવેલ શ્યામ વિહાર એપાર્ટમેન્ટ જીજીસ બંગલા રોડ ઉપર રહેતા વિકાસ ગજેન્દ્રભાઇ જૈનને આ વાત કરેલ. રાજકોટના ચેતને વિકાસ જૈનના વોજીર એકસ. વોલેટમાં તા. ૧૪-૪ રોજ રૂ. રપ હજારના બિટ કોઇન ટ્રાન્સફર કર્યા હતાં. જેનું પેમેન્ટ ચેતનના માણસ ગામનો મનોજ દેસાઇ લઇ ગયો હતો. ત્યારબાદમાં ૧૬-૪ ના ચેતને વિકાસ જૈનને ફોન કર્યા હતો અને તેમની પાસે ત્રણ બિટ કોઇન હોવાનું અને રૂ. ૪૦ લાખમાં જ આપવા માટેની લાલચ આપવામાં આવેલ.

આ વિકાસને સાયલા પાસે બોલાવ્યો હતો. વિકાસ તેના મિત્ર વિશાલને સાથે લઇને સાયલા ગામના સર્કલ પાસે આવ્યો હતો ત્યારે ત્રણ શખ્સો લીંબડીનો ઉદય સેલાભાઇ ચિહલા, જગદીશ વીરાભાઇ જોગરાણા અને ચૂંડાના મોરવાડ ગામનો ગોકળ રાજૂભાઇ ગમારા નંબર વગરની કાર લઇને આવ્યા હતાં.

વિકાસ અને વિશાલને ત્રણેય શખ્સો એ જણાવ્યુ કે પૈસા બતાવો તમને બિટકોઇન આપીએ ત્યારે વિકાસે પાસે નાણા આંગડીયા પેઢીમાં હોવાનું જણાવેલ ત્યારે આ ત્રણેય શખ્સો પૈસા નાણા રોકડા આપવાની વાત કરતા વિકાસનો આ બિટકોઇનનો સોદો ફેલ થયો હતો.

સોદો ફેલ થયા બાદમાં વિકાસે ફરીવાર અમદાવાદ ફોન કર્યો અને ૧૭-૪ના રોજ ચેતને ફોન કરી વિકાસને રૂ. ૪૦ લાખ રોકડ રકમ લઇ લીંમડી આવવા જણાવેલ ત્યારે વિકાસ સસ્તા બિટકોઇન લેવા માટે રૂ. ૪૦ લાખ રોકડ સાથે લઇ અને લીંમડી આવ્યો હતો.

ઉદય ચિહલા જગદીશ જોગરાણા અને ગોકળ ગમારાએ વિકાસને કારમાં બેસાડી અને નજીકના સોસાયટી વિસ્તારમાં લઇ ગયા હતા. બિટકોઇન આવે છે? તેવું જણાવી રૂ. ૪૦ લાખ ત્રણેય શખ્સોએ માંગ્યા  બિટકોઇન ન આવતા વિશાલને વાતનો અંદાજ આવી જતા નાસવા છુટવા માટે કારમાં રકઝક થવા લાગી ત્યારે વિકાસના મોઢા ઉપર મુક્કો મારી સાથે રહેલા રોકડા રૂ. ૪૦ લાખ લઇને વિશાલને લુંટી લેવાયો અને ત્રણેય શખ્સો નાસી છુટયા હતા.

આ ઘટનામાં ફરીયાદ નોંધાતા પીએસઆઇ ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(12:05 pm IST)