Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કુંભસ્નાન કરીને પરત ફરેલા બે યાત્રિકોના મોતઃ ખંભાળીયામાં વધુ ૧૮ કેસ

દેવભૂમિ જીલ્લામાં ૩૭ સામે રપ ડીસ્ચાર્જ થયાઃ કલ્યાણપુરમાં ૧૩ નવા કેસઃ કોરોના વધુ જીવલેણ થાય છે....!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧:... આ વિસ્તાર સહિત દ્વારકા જિલ્લામાં કોરોના મહામારી વ્યાપક થતી જાય છે. બે દિવસ પહેલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણેક મોત નિપજયા હતા તથા ખંભાળીયામાં એક લોહાણા યુવાનનું મોત નિપજયા બાદ ગઇકાલે ત્રણ વ્યકિતઓના કોરોના સારવારમાં મૃત્યુ નિપજયા છે.

એક વેપારી તથા એક ઠંડા પીણાવાળાના પત્ની કુંભમેળામાં સ્નાન કરવા ગયેલા જયાંથી પરત આવતા તાવ-શરદી સાથે કોરોના થતા તેમના મોત નિપજયા હતા તો એક રઘુવંશી વેપારીના ધર્મપત્ની પણ અવસાન પામ્યા હતાં.

દ્વારકા પંથકમાં એક વ્યકિત તથા કલ્યાણપુર પંથકના અને ભાણવડના ગ્રામ્યમાં  પણ એક વ્યકિત કોરોના મહામારીમાં અવસાન પામ્યાનું બહાર આવેલું છે.

હાલ કુંભ મેળામાં ગયેલા પરત આવતા હોય ત્યાં ચેપ વ્યાપક ફેલાયો હોય ત્યાંથી આવનારે ચેકીંગ કરી રીપોર્ટ કરાવીને દવા લેવાની અને  સલામતી, સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

દ્વારકા-ભાણવડ કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઘણા સમયથી ૩૦ ઉપર જ રહે છે તેમાં ગઇકાલે પણ ૩૭ નવા કેસ નોંધાયા હતા જેમાં ખંભાળીયામાં સૌથી વધુ અઢાર, કલ્યાણપુરમાં તેર તથા દ્વારકામાં ચાર અને ભાણવડમાં બે નવા કેસો નોંધાયા છે.

જિલ્લામાં કુલ રપ ડીસ્ચાર્જ થયા હતા જેમાં ખંભાળીયામાંથી ૧૭, કલ્યાણપુર માંથી પાંચ તથા દ્વારકામાંથી ત્રણ થયા છે. પોઝીટીવ કેસનો આંકડો ૩પ૬ એ પહોંચ્યો છે.

નવા કેસોમાં દાતા, જામપર, જામરાવલ, હર્ષદપુર, ઠાકર-શેરડી, ફોર, ભોગાત, ખંભાળીયા શહેર, દ્વારકા, વાડીનાર, કલ્યાણપુર, મેવાસા, ઓખા, નાયરા, ટાઉનશીપ, કંડોરણા યોગેશ્વરનગર ધરમપુર, ગઢકા, રૂપમલી ગેઇટ, દ્વારકા પટેલકા, બાંકોડી, ચપર જેવા ગામોનો સમાવેશ થાય છે.

(12:04 pm IST)