Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

કચ્છમાં'નલિયા કાંડ' પછી હવે મહિલાઓના શોષણનું 'અંજાર પ્રકરણ' ચર્ચામાં

ભુજ::ગુજરાતમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્ય મંત્રી વાસણ આહીરને સાંકળતી ૯ જેટલી અભદ્ર ઓડિયો ક્લિપે ચર્ચા સાથે ચકચાર સર્જી છે. અલગ અલગ ઓડિયો ક્લિપમાં રાજ્ય મંત્રી વાસણ આહીર સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેમની 'ઉપ પત્ની' જેવા સબંધ ધરાવતી મહિલા અને  વાસણ આહીર વચ્ચેની વાતચીત છે. તો, અત્યારે વાસણ આહીરના જીવનમાં પ્રવેશેલી અંજાર વિસ્તારની યુવાન મહત્વકાંક્ષી મહિલા વિશેના 'અંગત' સંબંધોની ચર્ચા છે

 જેમાં તે ઉપપત્ની વાસણભાઈને ક્યાંક ઠપકો આપે છે, ક્યાંક બાપ બેટીના સંબંધોના નામે ચાલતી 'રાસલીલા' ની સ્પષ્ટ વાત છે, ક્યાંક મંત્રીને તે મહિલા બ્લેકમેઇલ કરતી હોવાનું અને ૨૦ લાખ રૂપિયાનો ઉલ્લેખ છે, પતિની મહિને માત્ર ૧૦ હજારની નોકરી હોવા છતાંયે બબ્બે લકઝરી કાર ધરાવતી એ મહિલાને અંજાર ભાજપમાં મળેલા હોદ્દા સહિત મંત્રી દ્વારા જાહેર કાર્યક્રમોમાં કરાતાં તેમના ઇશારાઓ, એ મહિલાના અન્ય પુરુષો સાથેના સંબંધો ઉપરાંત મંત્રી અને તે મહિલા વચ્ચેના 'શારીરિક સંબંધો'ની, મંત્રીના અંગત શોખની તે મહિલા દ્વારા જાહેરમાં થતી ચર્ચાની વાત છે. 

આ સમગ્ર વાત મત્રીનો ડ્રાઇવર તેમ જ બોડીગાર્ડ પણ જાણતો હોવાનું અને અંજારની એ ચર્ચાસ્પદ મહિલા ગાંધીનગરની મુલાકાત વેળાએ બોડીગાર્ડના ઘેર પણ ગઈ હોવાની વાત છે. ઓડિયો ક્લિપમાં અનેક જગ્યાએ અભદ્ર શબ્દ પ્રયોગો છે. જેમાં મંત્રીને તેમની ઉપપત્ની કહે છે કે, તેઓ દાદા બની ગયા, હવે આ રીતે એક થી વધુ મહિલાઓ સાથે સંબધો બાંધવાનું બંધ કરે, તેમના (મંત્રી ના) સંસારમાં અગાઉ તો લગ્નેતર સબધોના કારણે ઝઘડાઓ થઈ ચૂક્યા છે, પણ હવે જયારે ઈલેક્શન આવી રહ્યું છે,

 ત્યારે રાજયમંત્રી વાસણ આહીરની રાજકીય કારકિર્દી પણ જોખમમાં મુકાઈ શકે છે. ઉપપત્નીની ઓડિયો કલીપ દરમ્યાન મોટાભાગે વાસણભાઈ  સાંભળીને ખુલાસાઓ કર્યા કરે છે, ક્યાંક તેઓ લાચાર વધુ દેખાય છે. તો તેમના ગામમાં સરકારી નોકરી કરી ચુકેલી વધુ એક મહિલાની પણ વાતચીતમાં ચર્ચા છે. આ વાતચીતમાં ત્રણ મહિલાઓ સાથેના સંબંધો પછી વધુ એક મહિલાની વાત પણ આવે છે કે જેમાં ખુદ રાજયમંત્રી પણ કબૂલે છે કે, અત્યારે અંજાર ગાંધીધામ વચ્ચે આવેલા એ ગામની મહિલા તેમને આજે પણ એક નામે (તુંકારા) સાથે સંબોધે છે, તે મહિલા પોતાના રાજકીય વિરોધી સાથે મળી ગઈ હોવાનું વાસણભાઇ કહે છે. પોતાના પુત્રો જાસૂસી કરતા હોવાનો ખુલાસો કરતા રાજયમંત્રી ઉપપત્ની કે જે એક સમયે ભાજપની આગેવાન હતી તેને ભાજપના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આવતા રોકે છે. મંત્રી વાસણ આહીર દ્વારા મળેલી સોના ના દાગીનાની ગિફ્ટ અને તે ગિફ્ટ પરત લઈને નવી મહિલા મિત્રને આપવાની વાત ઉપર બગડેલી ઉપપત્ની સમક્ષ વાસણ આહીર રીતસર કરગરીને કહે છે કે, તેમણે તે ગિફ્ટ પોતાના ઘેર આપી છે. 

જોકે, ઉપપત્ની એટલી ઉગ્ર બની છે કે, તેણે મત્રીની નવી મહિલા મિત્રને ફોન કરીને ખરી ખોટી સંભળાવી દીધી છે, મત્રીની બન્ને મહિલા મિત્રો એકબીજાને ભાંડે છે. જોકે,આ ઓડિયો ક્લિપ કોના દ્વારા સોશ્યલ મીડિયામાં વહેતી કરાઈ તે તપાસનો વિષય છે. તો, આ ઓડિયો ક્લિપની સત્યતાના મુદ્દે વાસણભાઇ આહીર કે કચ્છ ભાજપ દ્વારા નથી કોઈ જાહેર રદિયો અપાયો કે નથી કોઈ સ્પષ્ટતા કરાઈ. પણ, વારંવાર મંત્રી વાસણભાઇનું નામ છે, તેમની બેંગ્લોર અને તામિલનાડુની મુલાકાતની વાત છે.

(12:21 pm IST)
  • વડાપ્રધાન મોદીના તા. 25 એપ્રિલે વારાણસીમાં થનાર મેગા રોડ શો માટે આજથી ભાજપે વારાણસીમાં ઘરે ઘરે જઈને રોડ શોમાં આવવાનું આમંત્રણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે : અમિતભાઇ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને બીજા દિવસે નરેન્દ્રભાઈ સાથે લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરતી વખતે પણ વડાપ્રધાનની સાથે રહેશે : હવે સૌ કોઈની નજર કોંગ્રેસ પર કેન્દ્રિત થઈ છે કે પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ કોને ચૂંટણી લડાવશે? access_time 9:04 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST