Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ગારીયાધારમાં ચૂંટણી અંતર્ગત પોલીસ આર્મીની ફલેગ માર્ચ

બંદોબસ્તમાં ૭ આર્મી અને ૩ CRPF ની ટીમો પણ જોડાશે ગારીયાધારમાં ૯૧૮ પોલીસ કર્મી ચૂંટણી ફરજ બજાવશે

ગારીયાધાર તા.૨૦: ગારીયાધાર શહેરમાં ૧૪ લોકસભા બેઠક પર યોજાનારી ચૂંટણી અંતર્ગત આજરોજ પોલીસ અને આર્મીનું ફુટ પેટ્રોલીંગ માર્ચ યોજાઇ હતી જેમાં પોલીસ, આર્મી, હોમગાર્ડ અને જીઆરડી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

આ લોકસભા ચૂંટણીમાં બંદોબસ્ત માટે સુરક્ષા પુરી પાડનારી પોલીસ દ્વારા શહેરના વાલમ ચોક, એસ.ટી. સ્ટેશન, ગાંધી ચોક, ઢાળ બજાર અને આશ્રમ રોડ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ માર્ચ યોજાઇ હતી.

જયારે સમગ્ર ચુંટણી દરમિયાન ગારીયાધાર વિધાનસભા બેઠક પર  ૧ પીઆઇ, ૪ પીએસઆઇ, ૨૦૪ પોલીસ જવાનો, ૨૩૧ જીઆરડી જવાનો, ૭૦ હોમગાર્ડ સાાથે ૯૧૮નો પોલીસ કાફલાનો બંદોબસ્ત યોજાશે. આ સિવાય આર્મીની ૭ અને સીઆરપીએફની ૩ હાફ ટીમો પણ તમામ મતક્ષેત્રોમાં સુરક્ષા માટે ખડેપગે રહેશે.

(10:01 am IST)