Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

સાવરકુંડલામાં ચૂંટણી ફરજ બજાવવા આવેલા બે જવાનને ઝેરી જનાવર કરડ્યું :એકનું શંકાસ્પદ મોત

પોલીસ અધિકારી કલેક્ટર સહીતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો

 

સાવરકુંડલામાં ચૂંટણી ફરજમાં આવેલા બે જવાનોને ઝેરીઅસર થઇ છે. પ્રાથમિક માહિતી મુજબ એક જવાનનું મોત થયુ છે. જવાનોને સાવરકુંડલાની એક વાડીમાં ઉતારો આપવામાં આવ્યો હતો. જવાનોને ઝેરી જનાવર કરડતા ઝેરી અસર થઇ તેવુ માનવામાં આવી રહ્યુ છે. જવાનની લાશને પોસ્ટોમોટમ અર્થે ખસેડવામાં આવી છે.

સાચી માહિતી પોસ્ટોમોટમ બાદ સામે આવશે. જવાનનું મોત થયાની માહિતી મળતા પોલીસ અધિકારી કલેક્ટર સહીતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જવાનોના ખબર અંતર પુછ્યા હતા.

(11:38 am IST)