Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મીઠીવીરડીમાં સ્થપાનાર અણુ પ્લાન્ટ કેન્સલ થયો નથી :24મીએ ભાવનગરમાં વિશાળ રેલી

નીલમ ગોયલ અણુ પ્લાન્ટની તરફેણ કરતા નિવેદનથી ફરી વિવાદના એંધાણ

:ભાવનગરઃ મીઠીવીરડી ખાતે સ્થાપનારો અણુપ્લાન્ટ કેન્સલ થયો નથી પરંતુ અન્ય જગ્યાએ ફેરવવામાં આવ્યો છે. ભાવનગર શહેર અને જીલ્લાની જનતામાં લોક જાગૃતિ લાવીને આ પ્લાન્ટ ફરી ભાવનગર આવી શકે છે. તેમ પરમાણુ ઉર્જા જાગૃતિ મહોત્સવની સભ્ય નીલમ ગોયલે જણાવ્યું હતું.જો કે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી અહિંયા પ્લાન્ટ ન સ્થપાય તે માટેનું આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે નીલમ ગોયલ દ્વારા મીઠીવીરડીના અણુ પ્લાન્ટ સંદર્ભેની તરફેણ કરતા આ મામલે ફરી એકવાર આંદોલન છેડાઈ તેવી શ ક્યતાઓ વર્તાઈ રહી છે.
  અંદાજે 750 હે કટર જમીનમાં 6 હજાર મેગાવોટના ન્યુક્લીયર પાવર પ્લાન્ટ માટે સરકારે અગાઉ જાહેરાત કરીને જમીનની પસંદગી કરી હતી.પરંતુ અહીના ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. અને તેની સામે આંદોલન છેડતા હાલ આ પ્લાન્ટ અન્ય જગ્યાએ બનાવવાની જાહેરાત કરાઇ છે.
   મહિલા આગેવાન નીલમ ગોયલે આ પ્લાન્ટની તરફેણ કરવા માટે છેલ્લા 5 મહિનાથી ભાવનગરમાં પડાવ નાખ્યો છે. અને હવે તેઓ લોકજાગૃતિ માટે આગામી 24 એપ્રિલે ભાવનગરમાં વિશાલ રેલી યોજશે.

(9:24 pm IST)