Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સૌ સાથે મળી સહકારી ક્ષેત્રનો વિકાસ કરીએ : જયેશ રાદડિયા

દ્વારકામાં રાજય સહકારી સંઘની બોર્ડ બેઠક સંપન્ન

દેવભૂમિ દ્વારકામાં રાજય સહકારી સંઘની બોર્ડ બેઠક પ્રસંગે જયેશ રાદડિયા, ઘનશ્યામભાઇ અમીન, નરહીર અમીન, પ્રવીણભાઇ રૈયાણી, અરવિંદભાઇ તાગડિયા, છગનભાઇ પટેલ, કરમણભાઇ ભીમાણી, ભીખુભાઇ પટેલે વગેરે હાજર રહ્યા હતાં તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ર૧ : જામનગર જિલ્લા સહકારી સંઘ અને રાજકોટ જિલ્લા સહકારી સંઘના આમંત્રણને માન આપી ગુજરાત રાજય સહકારી સંઘની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગ દ્વારા મુકામે મળી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજય સહકારી સંઘની પરંપરા મુજબ રાજય સહકારી સંઘના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઇ અમીને શ્રી જયેશભાઇ રાદડિયાનું અભિવાદન કરી યુવાન વયે મંત્રીપદ ધારણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

શ્રી ઘનશ્યામભાઇ અમીને જણાવ્યું હતું કે, દ્વારકા મુકામે આવેલ 'સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ સંકુલ'ના શ્રી જયેશભાઇ રાદડિયા ચેરમેન છે અને આ સંકુલમાં થ્રીસ્ટાર જેવી સગવડ અમોને પૂરી પાડેલ છે. તેઓશ્રી શ્રીનાથદ્વારા, મથુરા, દિલ્હી, હરિદ્વાર વિગેરે જગ્યાએ આવા દ્વારકા જેવા સંકુલ બનાવવાની પ્રતિબદ્ધતા સાથે સંકલ્પ ધરાવે છે અને જરૂર પડે તો અમો પણ આ સંકલપમાં સહયોગ આપવા તત્પર છીએ.

જામનગર જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ છગનભાઇ પટેલ, જામનગર જિલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન કરમણભાઇ ભીમાણીએ સભ્યોનું અભિવાદન કર્યું હતું. રાજકોટ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઇ રૈયાણી તથા જસદણ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી અરવિંદભાઇ તાગડિયાએ ઉપસ્થિત સભ્યો અભિવાદન કર્યું હતું. રાજય સહકારી સંઘના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી નરહરિભાઇ એચ. અમીનને ગુજરાત સરકારમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે વિશિષ્ટ પદ હાંસલ કરવા બદલ રાજય સહકારી સંઘના માનદમંત્રી ભીખુભાઇ ઝ. પટેલે સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતાં તે જ પ્રમાણે રાષ્ટ્રની સહકારી અગ્રણી કોસમોસ કો-ઓપરેટીવ બેંકમાં રાજય સહકારી સંઘના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઇ અમીનની તાજેતરમાં ગુજરાત રીજીયોનલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેનપદે થયેલ નિયુકિત બદલ રાજય સંઘના માનદમંત્રી શ્રી અરવિંદભાઇ તાગડિયા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતાં. શ્રી જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રે સૌ સાથે મળીને વિકાસ કરીએ તેવો અનુરોધ કર્યો હતો. (૮.૧૭)

(4:07 pm IST)