Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જામનગરના સોરઠા ગામના પટેલ યુવકને માર મારતા ગ્રામજનો એસ.પી. કચેરીએ દોડી ગયા

તસ્વીરમાં ગ્રામજનો એસ.પી. કચેરીએ નજરે પડે છે.  (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર, તા. ર૧ : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં માથાભારે શખ્સો દ્વારા ગ્રામજનોને મારકૂટ કરીને ધાકધમકી આપીને ભય ફેલાવતા આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગણી સાથે ડીએસપીશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

સોરઠા ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામના પ્રદીપસિંહ હેમભા (હેમંતસિંહ) તથા કુલદીપસિંહ ભુપતસિંહ જાડેજા દ્વારા વારંવાર ધમકી આપીને ગામમાં ભય ફેલાવે છે.  જે મુદ્દે ન્યાય અપાવવા ગ્રામજનોએ માંગણી કરી છે. (૮.૧૩)

(3:00 pm IST)