Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કેશોદના ભાટ સીમરોલીમાં લગ્ન પ્રસંગે શીખંડ ખાધા બાદ ૮પને ઝાડા-ઉલ્ટી

તમામ જાનૈયાને તત્કાળ સારવારથી રાહત

જુનાગઢ, તા., ૨૧: કેશોદના ભાટ સીમરોલીમાં લગ્ન પ્રસંગે શીખંડ ખાધા બાદ ૮પ લોકોને ઝાડા-ઉલ્ટી થતા દોડધામ મચી ગઇ હતી.

કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામના માધાભાઇ ટપુભાઇ દસાડીયાને ત્યાં ગઇકાલે દિકરીનો લગ્ન પ્રસંગ હતો.

આ પ્રસંગે જમણવારમાં શીખંડ રાખવામાં આવ્યું હતું. પરંતુ શીખંડ ખાધા બાદ જાનૈયા તેમજ માંડવીયાને ફુડ પોઇઝનીંગ થયું હતું.

એક સાથે ૮પ જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થતા લગ્ન પ્રસંગે દોડધામ મચી જવા પામી હતી.

આ અંગે જાણ થતા કેવદ્રા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર દિપેશ બારીયા તુરત જ સ્ટાફ સાથે ભાટ સીમરોલી પહોંચી ગયા હતા અને સ્થાનીક પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની મદદથી તમામને તાત્કાલીક સારવાર પુરી પાડી હતી.

આરોગ્ય સારવારથી તમામ લોકો ભયમુકત થયા હતા. શીખંડ પડતર હોય તો ફુડ પોઇજીંગ થવાની શકયતા છે તેમ સુત્રોએ જણાવ્યું હતું. (૪.૭)

(12:46 pm IST)