Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ચુડાના કંથારીયામાં લાખોની ચોરીમાં ઝડપાયેલ કાળુ દેવીપૂજક પાંચ દિ'ના રિમાન્ડ ઉપર

વઢવાણ તા. ૨૧ : ચુડા તાલુકાના કંથારીયા ગામે તા. ૧૫.૦૩.૨૦૧૮ની રાત્રીમાં આશરે ૧૦ થી૧૨ ઘરમાં થયેલ ૩૦ તોલા સોનુ તથા લાખોની રોકડ રકમની ઘરફોડ ચોરીના ગુન્હામા એક આરોપી વનરાજભાઈ જાદવભાઈ રંગપરા કોળી ઉવ. ૨૨ રહે. કસવાળી તા. સાયલા ને ચુડા પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ ચુડા સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. જે.ડી.મહિડા, હે.કો. નંદલાલ, મહેશભાઈ, રાજુભાઇ, શિવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા આ ગુન્હામાં આરોપી કાળુભાઇ ખેંગારભાઇ દેવીપુજક ઉવ. રહે. કસવાળી તા. સાયલા જિ. સુરેંદ્રનગરનો ટ્રાન્સફર વોરન્ટ આધારે કબજો મેળવી, ધરપકડ કરી, પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. જે.ડી.મહિડા, હે.કો. નંદલાલ, મહેશભાઈ, રાજુભાઇ, શિવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા આ ગુન્હામાં પકડાયેલ અને પોલીસ રિમાન્ડ ઉપર રહેલ આરોપી કાળુભાઇ ખેંગારભાઇ દેવીપુજક ઉવ. રહે. કસવાળી તા. સાયલા જિ. સુરેંદ્રનગરની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી દ્વારા આ ગુન્હાનો મુદામાલ પોતાનો બનેવી કાળુ સુરાભાઇ દેવીપુજક કે જે અમરેલી જિલાના દેવળિયા ગામનો છે તે લઇ ગયેલાની કબુલાત કરવામાં આવતા, ચુડા પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. આર.ડી.ગોહિલ સહિતની બે ટીમ દ્વારા પકડાયેલ આરોપી પ્રભાત ઉર્ફે કાળું ખેંગાર દેવીપૂજકને સાથે રાખી, વોન્ટેડ આરોપી કાળું સુરાભાઈ દેવીપૂજકના સંભવિત ઠેકાણા ઉપર તપાસ હાથ ધરી, કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ટીમો દ્વારા સાયલા વિસ્તારના કસવાડી, ગરામભડી, જસદણ વીંછીયા વિસ્તારના લાલકા, કાહલોડિયા, બોટાદ વિસ્તાર તથા અમરેલી વિસ્તારના દેવળીયા, બાબરા, બગસરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ છાપા મારી, તપાસ તેજ કરવામાં આવેલ છે. વોન્ટેડ આરોપી બાબતે સઘન કાર્યવાહી હાથ ધરી, આરોપીના નજીકના સગાઓને પણ રાઉન્ડ અપ કરી, પૂછપરછ ચાલુ કરવામાં આવેલ છે.(૨૧.૧૧)

(12:44 pm IST)