Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જેતપુરમાં ત્રીજા દિવસે પણ મૃતદેહ ન સ્વીકારાયોઃ કોળી સેનાના આગેવાનો દોડી આવ્યા

જેતલસર ગામે ૩ દિવસ પહેલા રાત્રીના થયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર અમુભાઇ બાવળીયા (રહે. જુનાગઢ)નો મૃતદેહ ૩ દિવસથી સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. મૃતકના સગા-સંબંધી ઉપર પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

ઠાકોર સમાજ દ્વારા પીએસઆઇને સસ્પેન્ડ કરવાની માંગણી અને તમામ વિરૂદ્ધ દાખલ થયેલ ફરીયાદ પાછી ખેંચી લેવામાં આવે તેવી માંગણી કરેલ અને જયાં સુધી તંત્ર નમતુ ન જોખે ત્યાં સુધી અમુભાઇનો મૃતદેહ નહિ સ્વીકારવા મક્કમ છે. ગઇકાલે આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે એકત્રીત થઇ સીટી પી.આઇ. એમ.એન. રાણાને તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવેલ બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે જ અનસન ઉપર બેસી ગયેલ.

બનાવના પગલે જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ આવી તમામ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરેલ તેમાં માંગણી નહિ સંતોષાતા મૃતદેહને સ્વીકારવાનો કોઇ નિર્ણય લેવામાં આવેલ નહોતો.

મૃતક અમુભાઇના ભાઇ રમેશભાઇએ જણાવેલ કે આજરોજ આગેવાનો બટુકભાઇ મકવાણા (મંત્રી મંડળના સભ્ય), જેઠાબાપા ધોરા, કાળુભાઇ કડીવાલ કોળી સેના પ્રમુખ રમેશભાઇ બાવળીયા, ઉપરાંત ધોરાજી જેતપુર જુનાગઢના આગેવાનો કાર્યકર્તાઓ જેતપુર આવશે. (૮.૧૧)

(12:44 pm IST)