Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

દિલીપભાઇ સંઘાણીને વિદેશોમાં સેમીનાર-કોન્ફરન્સો માટે આમંત્રણ

અમરેલી તા. ૨૧ : દેશની સહકારી ક્ષેત્રના વિકાસથી વિદેશની ધરતી પણ આકર્ષિત થયેલ છે અને તેથી આ ક્ષેત્રના જોડાણ અને વિકાસ માટે સાનુકુળ તકો ઉભી કરવા વિદેશના અન્ય દેશો પણ આગળ વધી રહેલ છે. આ અંગેના અનેક સેમીનારો, કોન્ફરન્સો અને પરિસંવાદના આયોજનો વિદેશમાં યોજાઇ રહેલ હોઇ, સહકારી ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ નાફસ્કોબ, ગુજકોમાસોલ સહિત અનેક સહકારી સંસ્થામાં પદભાર સંભાળતા દિલીપભાઇ સંઘાણીને આવા કાર્યક્રમોમાં સામેલ થવા વિદેશી નિમંત્રણની હારમાળા સર્જાય છે.

તા. ૬ થી ૧૧ મે ૨૦૧૮ના રોજ 'ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર એકઝીબીશન એન્ડ કોન્ફરન્સ'માં ભાગ લેવા ઇઝરાયલનું નિમંત્રણ છે. તેમજ તા.૩૦ મે થી ૧ જૂન  ૨૦૧૮ના રોજ ઇન્ટરનેશનલ કોંગ્રેસ દ્વારા 'સોશિયલ એન્ડ કો-ઓપરેટીવ ઇકોનોમી'માં ભાગ લેવા ઇન્ટરનેશનલ એન્ડ લીઝ યુનિવર્સીટી બેલ્જીયમ દ્વારા નિમંત્રણ મળ્યું છે.

તા.૨૦ જૂન ૨૦૧૮ના રોજ 'ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોશ્યલ એન્ડ સોલીડર્ટી ફાયનાન્સ'કાર્યક્રમ અંતર્ગત આફ્રિકન દેશ સેનેગલ દ્વારા નિમંત્રણ મળેલ છે.

(11:35 am IST)