Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અલંગમાં ૧ હજાર ચોરાવ લોખંડની પ્લેટો ભરેલ મેટાડોર સાથે ધરપકડ

ભાવનાગર, તા. ૨૧: ભાવનગર શહેર ર્તીથા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓનો ભેદ શોધી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે આપેલ સુચનાથી એસ.ઓ.જી. શાખાના ત્/ઘ્ પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી હકિકત આધારે ભાવનગર-તળાજા રોડ, ત્રાપજ બંગલા પાસે ક્રિપાલ ઢાબેથી મુકેશભાઇ ગોદાવરીરાવ ગુપ્તા ઉ.વ.૨૫ રહેવાસી ક્રિપાલ ઢાબા, ત્રાપજ જી.ભાવનગર મુળ ઝારખંડ વાળાને લોડીંગ મેજીક વાહનમાં ભરેલ લોખંડની પ્લેટો વજન ૧૦૦૦ કિલો કિ.રૂટ્ટ ૨૦,૦૦૦/- ના મજકુર પાસે કોઇ આધાર પુરાવા ન હોય જેથી શક પડતી મિલ્કત ગણી મેજીક વાહન તથા લોખંડની પ્લેટો, વજન કાંટો મળી કુલ ૧,૨૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અને મજકુર આરોપીની દ્યરપકડ કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા ડ્રાઇવર પો.કોન્સ. મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા.(૨૨.૮)

(11:33 am IST)