Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ધોરાજીના પટેલ યુવકે પ૦ લાખ વ્યાજે લીધા બાદ ભરી દીધા છતાં પઠાણી ઉઘરાણી : ખૂનની ધમકી

ધોરાજી, તા. ર૧ : અહીંના પટેલ યુવાને કલ્યાણપુર તાલુકાના ભોગારા તાલુકાના આહીર શખ્સ પાસેથી રૂ. પ૦ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતાં જે રકમ ભરપાઇ થઇ ગયા બાદ પણ રકમની માંગણી કરી જોતુ રૂપિયા નહીં આપતો જાનથી મારી નાખવાની બે શખ્સોએ ધમકી આપ્યા અંગે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં રહેતા પટેલ વિજયભાઇ બચુભાઇ સાવલીયાએ કલ્યાણપુર તાલુકાના ભોગારા ગામના આર.સી. રામા હાથલીયા તેમજ એક અજાણ્યો શખ્સ બે શખ્સો વિરૂદ્ધ ફરીયાદમાં જણાવેલ કે ઉપરોકત આરોપી પાસેથી રૂ. પ૦ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા જે રૂપિયા આપી દીધા હોવા છતાં ઉઘરાણી કરતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતાં.

જે અંગે ધોરાજી પી.આઇ. એમ.વી. ઝલાની સુચનાથી પી.એસ.ઓ. નિરૂભા વાળાએ આરોપી સામે આઇપીસી કલમ પ૦૪-પ૦૭(ર)-૧૧૪ બોમ્બે મનીલેન્ડ એકટ ૧૯૪૬ની કલમ ૩૩ મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા એચ.સી. ડી.કે. વસાણીએ હાથ ધરેલ છે.

(11:33 am IST)