Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સોમનાથ મંદિરના ૬૮માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

દેશને આઝાદી ૧૯૪૭માં મળી, જુનાગઢને સ્વતંત્ર ભારતમાં આરઝી હુકુમતની લડત દ્વારા મળી, સરદાર જુનાગઢ આવ્યા બાદમાં સરકાર પટેલ, કનૈયાલાલ મુન્શિ, કાકા સાહેબ ગાડગીલ સહિત મહાનુભાવો સોમનાથ આવેલ અને સોમનાથ મંદિરના ખંડીત અવશેષ જોઇ સરદાર દ્રવિ ઉઠયા, અને સોમનાથ મંદિરના પૂનઃ નિર્માણનો સંકલ્પ લીધો. વૈશાખ સુદ પાંચમના પાવન દિને શ્રી સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઇ, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના કર કમલોથી અખંડ ભારતને જીર્ણોધ્ધાર પામેલ શ્રી સોમનાથ મંદિર દેશને સમર્પીત કરવામાં આવેલ. આ પ્રસંગને ઉપલક્ષ્યમાં મહાપુજા નાળિયેરના પાણીનો અભિષેક વિગેરે કરવામાં આવેલ હતી. ત્યાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા સમય સવારે ૯-૪૬ મિનિટે સમુહ આરતી, ધ્વજાપુજા, સરદાર વંદના, હોમાત્મક લધુરુદ્ર યજ્ઞ પ્રારંભ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવેલ હતા.  મધ્યાન્હ આરતી સમયે તીર્થપૂરોહિતો દ્વારા ધ્વજાપૂજા કરવામાં આવેલ તેમજ સૌ પૂરોહિતો દ્વારા સમુહ આરતી કરવામાં આવેલ હતી. સાયંવિશેષ શૃંગાર અને દિપમાળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ટ્રસ્ટના નાણાભંડોળ સંકલન કર્તા અને મંદિર પરિસર નિરીક્ષક ડો.યશોધર ભટ્ટ, સહિત ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ અને યાત્રીઓની ઉપસ્થિત રહ્યા હતા.

(11:31 am IST)