Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગોંડલ પોસ્ટ ઓફિસમાં આજથી ૩ દિ લેવડદેવડ કાર્યવાહી બંધ

ગોંડલ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિડેન્ટ ની યાદીમાં જણાવાયું છે કે ગોંડલ ડિવિઝનનું આગામી તારીખ ૨૪ એપ્રિલના ડીજીટલાઇઝેશન થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે જરૂરી ટેકિનકલ કાર્યવાહી અગાઉથી શરૂ કરવાની રહે છે તો ગોંડલ ડિવિઝનના તાબા હેઠળની તમામ ડાકોરમાં લેવડદેવડ કામગીરી તા. ૨૧ એપ્રિલથી તા. ૨૪ એપ્રિલના રોજ બંધ રહેશે જેની નોંધ ટપાલ વિભાગના તમામ માનવંતા ગ્રાહકોને લેવી. વર્તમાન સમય માં દેશની તમામ બેંકો સીબીએસ કોર બેન્કિંગ થઈ ચૂકી છે પોસ્ટ માં પણ આ સુવિધા ઉભી થયેલ છે જેના કારણે ગ્રાહક ગમે તે શાખા માંથી નાણાં ની લેવડ દેવળ કરી શકે છે, હાલમાં પોસ્ટ તંત્ર દ્વારા એસએપી સોફ્ટવેર ખરીદ કરવા માં આવ્યો છે જેનાથી રજીસ્ટર સ્પીડ પોસ્ટ, પાર્સલ બુકીંગ ઓનલાઇન જેવી તમામ કાર્યપ્રણાલી પીએસઆઇના માધ્યમથી થવા પામશે. પોસ્ટના કર્મચારીઓ દ્વારા જે મેન્યુઅલી જમા ઉધારનો કાર્ય કરવામાં આવતું એ હવેથી સોફટવેરના માધ્યમથી કાર્ય થઇ જશે આવી અદ્યતન ટેકનોલોજીના કારણે કર્મચારીઓ ઉપર કામનું ભારણ ઘટશે તેઓ અંતમાં પોસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(11:27 am IST)