Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બોટાદ જિલ્લામાં તા. ૧ લી મે થી યોજાશે સુજલામ – સુફલામ જળસંચય અભિયાન

જળસંચય અભિયાનના સુચારૃં આયોજન અને સફળ અમલીકરણ અર્થેમંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ : અભિયાન દરમિયાન લોકસહ્યોગ થકી જિલ્લાના વિવિધગામના તળાવો – ચેકડેમ ઉંડા ઉતારવાની સાથે નદીતેમજ પાણીના અન્ય સ્ત્રોતની સફાઈ સહિતની કામગીરીહાથ ધરાશે

બોટાદ, તા.૨૧: મગ્ર રાજયમાં આગામી તા. ૧ લી મે થી સુજલામ – સુફલામ જળસંચય અભિયાન હાથ ધરાનાર છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં હાથ ધરાનાર જળસંચય અભિયાનના સુચારૃં આયોજન અને સફળ અમલીકરણ અર્થે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી – પદાધિકારીશ્રીઓને પરસ્પરના સંકલન સાથે બોટાદ જિલ્લામાં હાથ ધરાનાર જળસંચયના કાર્યને વધુ વેગ આપવા અનુરોધ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, સમગ્ર રાજયમાં આગામી તા. ૧ લી મે થી હાથ ધરાનાર જળસંચય અભિયાન અંતર્ગત તળાવ – ચેકડેમ ઉંડા ઉતારવાની સાથે નદી તેમજ પાણીના અન્ય સ્ત્રોતની સફાઈ સહિતની જળસંચયની વિવિધ પ્રવૃત્ત્િ।ઓ લોકસહ્યોગ થકી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકો જોડાય અને સ્વૈચ્છીક – સેવાભાવી સંસ્થાઓની સાથે જળસંચયના આ કાર્યમાં દાતાઓનો પણ સહ્યોગ મળે તે જરૂરી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લામાં આ જળસંચયના અભિયાનને સફળ બનાવવા અધિકારી – પદાધિકારીઓની સક્રિયતાની સાથે આ કામગીરી લોકઝૂંબેશ સ્વરૂપે હાથ ધરાય તે જરૂરી છે. આ માટે આ અભિયાનની સાથે પ્રત્યેક વ્યકિત જોડાય તેવું આયોજનબધ્ધ કાર્ય હાથ ધરવા તેમણે આ તકે અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે બોટાદ જિલ્લામાં સુજલામ – સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત હાથ ધરાનાર કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, લોકસહયોગ થકી બોટાદ જિલ્લામાં તળાવો – ચેકડેમો ઉંડા ઉતારવા, નદી તેમજ પાણીની આવના વિસ્તારોની સફાઈની કામગીરી હાથ ધરાશે. જેની માટી ખેડૂતો લઈ જઈ શકશે. દરેક વિભાગ આ કામગીરીમાં જોડાશે.

આ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીશ્રી જાસોલીયા, અગ્રણીઓ સર્વશ્રી સુરેશભાઈ ગોધાણી, બ્રિજરાજસિંહ ઝાલા, મનહરભાઈ માતરિયા, મીનાબેન રાણપુરા, બિનાબેન મહેતા, ભીખુભાઈ સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.

(11:25 am IST)