Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

માંગરોળમાં પેરામેડીકલ ઇન્સ્ટીટયુટનાં સંચાલકો સામે ફી ઓળવી-બોગસ સર્ટીફીકેટ મુદ્ે ફરિયાદ

માંગરોળ તા. ર૧ :.. અહીં કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ચાલતી પેરામેડીકલ ઇન્ટીટયુટના સંચાલકો અને દ્રષ્ટીઓ વિરૂધ્ધ ફી ઓળખ જવા તથા બોગસ સર્ટીઓ આપવાની ફરીયાદ દાખલ થતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે.

વર્ષ ર૦૧૪-૧પ માં માંગરોળના એક કોમર્શીયલ કોમ્પલેક્ષના ત્રીજા માળે દુકાનો માં પાટીશનો ગોઠવી પાયોનીયર પેરામેડીકલ ઇન્ટ્રીટયુટનો પ્રારંભ થયો. જેમાં વિદ્યાર્થીઓને (૧) ડીપ્લોમાં ઇન ફસ્ટ એડ અને પ્રેકટીકલ (ર) ડીપ્લોમાં ઇન મલ્ટી પપોઝ હેલ્થ વર્કર (૩) ડીપ્લોમાં ઇન ડાયાલીસીસ ટેકનીશીયન (૪) ડીપ્લોનાં ઇન હોસ્પીટલ એટેન્ડન્સ ટેકનીશીયન (પ) ડીપ્લોમાં ઇન ફીમેલ હેલ્થ વર્કર (૬) ડીપ્લોનાં ઇન સેનેટરી ઇન્સ્પેકટર કોર્ષ શીખવામાં આવશે. જેવી જાહેરાત કરવામાં આવી હતી.

આ કોર્ષમાં રૂ. રપ૦૦૦ થી પ૦,૦૦૦ જેવી તગડી ફી વસુલવામાં આવેલી અને ત્યારબાદ અચાનક વર્ષ ર૦૧૬-૧૭ માં આ સંસ્થા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તાલીમ લીધેલા વિદ્યાર્થીઓને જે સર્ટીફીકેટ આપવામાં આવ્યા તે સર્ટીફીકેટ બોગસ અને ખોટી સહીઓ વાળા હોવાનું જાણવા મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને સ્થળ સંચાલક, દ્વારા ટ્રસ્ટીઓને જાણ કરાતાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ગુપ્ત મીટીંગ ગોઠવી પ્રકરણ બંધ કરાવી દીધેલ પરંતુ માંગરોળ તાલુકાના સુમીતાબેન વિરમભાઇ પીઠીયા રે. નગીચાણા દ્વારા તા. ૧૯-૪-૧૮ ના રોજ તેમની સાથે થયેલી છેતરપીંડીની ફરીયાદ માંગરોળ પોલીસ સ્ટેશનનાં આધાર પુરાવા સાથે કરતાં માંગરોળ પોલીસ દ્વારા સાંગાણી હોસ્પિટલ કેશોદના ડો. અજય સાંગાણી (ટ્રસ્ટી) (ર) માનસિંહભાઇ સીસોદીયા (ટ્રસ્ટી) (૩) સંજયભાઇ ઇસુડા (સ્થળ સંચાલક) (૪) જેન્તીભાઇ ધુળી રે. કેશોદ (ટ્રસ્ટી) (પ) વિરેન્દ્રભાઇ મકવાણા મુ. શેરીયાજ તા. માંગરોળ (ટ્રસ્ટી) તેમજ તપાસમાં જે ખુલ્લે તે તમામ સામે આઇ. પી. સી. કલમ ૪૦૬, ૪૬૩, ૪૬૪, ૪૬પ, ૪૬૮, ૪૭૦, ૪૭૧, ૧ર૦-બી ૩૪ મુજબ ભોગ બનનારને વિશ્વાસમાં રાખી રૂપિયા પડાવી જુદા જુદા સત્રની ફીના પૈસા લઇ વિશ્વાસઘાત કરી ખોટા પ્રમાણપત્રો, ખોટી  સહીઓ વાળા આપી પૂર્વ આયોજીત કાવત્રું રચી એકબીજાને ગુન્હો કરવામાં મદદગારી કરી ગુન્હો કર્યાની ફરીયાદ લઇ ગુન્હો રજી. કરી સીઆરપીસી કલમ ૧પ૭ નો રીપોર્ટ યોગ્ય સ્થળે મોકલવાની તજવીજ કરી આગળની તપાસ પો. સબ. ઇન્સે. આર. એમ. ચૌહાણને સોંપવામાં આવેલી છે.

(11:24 am IST)