Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

૯૦ કરોડનો પાક વિમો મંજૂર કરાતા બાબરા, લાઠી, દામનગરમાં ખેડુતો ખુશ

બાબરા, તા.૨૧ : બાબરા લાઠી દામનગરના ભાજપ પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંઘાડની જહેમતથી રાજય સરકાર દ્વારા નેવુ કરોડ રૂપિયા નો પાક વિમો મંજુર કરેલ છે. બાવકુભાઇ ઉંઘાડની ખેડૂત પરની લાગણીને લઇને સમગ્ર ખેડૂતોમાં આનંદની લાગણી ઉભરાઇ છે. કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. ભાજપ વિરૂધ્ધ ગત વિધાનસભાની ચૂંટણીમાં જે ભૂલ થઇ છે. મતદારો ખેડૂતોથી લોકોએ ભુલનો અહેસાસ થયો છે.

અમરેલી બેઠક પરથી ચૂંટણી હારી જવા છતા પણ પોતા મતદારો ખેડૂતોને બાવકુભાઇ ઉંઘાડ કયારેય નથી ભુલીયા હાલ સતત જાગૃત બની લોકોની વચ્ચે રહેશે. બાબરા લાઠી દામનગરના ખેડૂતોને રાજય સરકારમાંથી પાક વીમો નેવું કરોડ રૂપિયા અપાવી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી ઉભરાઇ છેેે. પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંઘાડને ઠેર ઠેર થી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. બાબરા તાલુકા ભાજપના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ શહેર ભાજપના પ્રમુખ લલીતભાઇ  આંબલીયા, મોજી ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા ભાજપના વરિષ્ઠ આગેવાનો બિપીનભાઇ રાદડીયા આલ્તાફભાઇ નથવાણી દીપકભાઇ કનૈયા મયુરભાઇ રાવળ હસનભાઇ અગવાન સહીત ભાજપના આગેવાનોએ બાવકુભાઇ ઉંઘાડનો આભાર માન્યો હતો.

(11:24 am IST)