Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જુનાગઢના શહેરી વિકાસના નકશામાં ત્રુટીઓ સુધારવા ધારાસભ્યની માંગણી

ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ મુખ્યમંત્રીને કરેલ લેખીત રજુઆત

જુનાગઢ તા.ર૧: જુનાગઢ શહેરીવિકાસ સત્તા મંડળ દ્વારા વિકાસ પ્લાન બનાવવામાં આવેલ છે. જે સરકારશ્રીમાં મંજુરી અર્થે રજુ થયેલ છે. સદરહુ વિકાસ નકશામાં રહેલી ત્રુટીઓ સુધારવા ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે.

જેમાં મુખ્યત્વે (૧) જુનાગઢ શહેર વચ્ચે પસાર થતી રેલ્વે લાઇનને ક્રોસ થતા તમામ રોડમાં ભવિષ્યમાં ઓવરબ્રીઝ કરવાની જરૂર પડે તે માટે આ રસ્તાઓ ૩૦ મી. પહોળા બનાવવા. (ર) જુનાગઢ શહેરમાંથી પસાર થતી જુનાગઢ-સોમનાથ રેલ્વે લાઇનમાં વાડલા ફાટકથી કોયલી તરફ જતો રસ્તો જુનાગઢ-વંથલી રોડ સુધી લંબાવવો. (૩) જુનાગઢ મહાનગરપાલિકાના ચોબારી ગામ પાસે રેલ્વે ક્રોસિંગ આવેલ છે. આ ચોબારી રેલ્વે ક્રોસિંગ દ્વારા ટીંબાવાડી અને ઝાંઝરડાને જોડવાથી ભવિષ્યમાં ઓવરબ્રીજ બનાવી શકાય તેમ હોય જેથી હયાત ટીંબાવાડી બાયપાસ ઉપર કાળવા વોકળાથી ચોબારી રેલ્વે ક્રોશિંગ થઇ ઝાંઝરડા-વધાવી રોડ સુધી ૩૦ મી. રોડ બનાવવો. (૪) જુનાગઢ મહાનગરપાલિકાનાં દોલતપરા ગામ પાસે જીઆઇડીસી-૧માંથી ૬૬ કે.વી. વીજ સ્ટેશનથી ખામધ્રોળ તરફ જતા રસ્તા વચ્ચે રેલ્વે ક્રોસિંગ આવે છે. આ રોડને ૩૦ મી. પહોળો કરવા રજુઆત કરાઇ છે. (પ) જુનાગઢ-રાજકોટ હાઇવે-થી સરગવાડા ગામ તથા સાબલપુર ગામ સુધી જતા રસ્તા વચ્ચે રેલ્વે લાઇન ક્રોસીંગ થાય છે. આ રસ્તાઓ ભવિષ્યમાં પહોળા કરવાની જરૂર જણાય છે જે રસ્તાઓ ૩૦ મી. પહોળા કરવો. (૬) શહેરી વિકાસ નકશામાં ધોરાજી રોડથી વંથલી રોડ સુધીના રસ્તાનું અંદર ૬ કી.મી. બતાવવામાં આવેલ છે જે રોડ અમુક જગ્યાએ કપાય છે. આ રોડને સળંગ દર્શાવવા ભલામણ છે.

જુનાગઢ શહેરનાં ભવિષ્યનાં વિકાસને ધ્યાને લઇ ઉપરોકત સુચવેલ મુદાઓને અગ્રતા આપવા પત્રના અંતમાં ભીખાભાઇએ જણાવ્યું છે.

(11:23 am IST)