Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બાબરા તાલુકામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળીઃ બાવકુભાઇના કાર્યકાળને યાદ કરતા લોકો

ભાજપ અગ્રણી મહેશભાઇ ભાયાણીએ આર.સી.ફળદુને પત્ર પાઠવ્યો

બાબરા તા. ૨૧ : બાબરા તાલુકા ભાજપ આગેવાન મહેશભાઇ ભાયાણી દ્વારા અમરેલી જીલ્લા ભાજપ પ્રભારી આર.સી.ફળદુને પત્ર દ્વારા બાબરા તાલુકામાં કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતી સાથોસાથ સરકારી કચેરીમાં વધુમાં વધુ ભ્રષ્        ટાચાર અને હપ્તાખોરીએ માજા મુકી હોવાનું જણાવ્યું છે.

તાલુકામાં રપ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે ચુંટાયેલા બાવકુભાઇ ઉંધાડના કાર્યકાળ દરમિયાન સરકારી કચેરીના બાબુઓએ પ્રજાસેવા માટે સ્ટેન્ડ ટુ રહેવું પડતુ હતુ. જયારે હાલ આ કચરીમાં બાબુશાહીનું વાતાવરણ નિર્માણ પામ્યું છે.

આ અંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવા રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રેન્જ આઇ.જી. સમક્ષ આગેવાનો રજૂઆત કરવા જનાર હોવાનું જાણવા મળ્યું છે.

(11:22 am IST)