Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જસદણના આટકોટમાં મેગા કેમ્પ યોજાયો

જસદણ તા. ૨૧ : આટકોટ મે.કૈલાસ ઇન્ડેન ગ્રામીણ વિતરક ગેસ એજન્સીમાં પ્રધાનમંત્રી ઉજજવલા પંચાયત યોજના અંતર્ગત મેગા કેમ્પ માજી ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા, ડે.કલે. શ્રી ચૌધરી, મામ.શ્રી ઝાલા તથા પૂરવઠા મામ. શ્રી સુવા કન્યા છાત્રાલયના પ્રમુખ અરજણભાઇ રામાણી, વિરનગર સરપંચ શ્રી, આટકોટ સરપંચ, ગુંદાળા (જામ) સરપંચ તથા અન્ય ગામોના સરપંચશ્રીઓ તેમજ તાલુકા ભાજપ પ્રમુખશ્રી તથા વિશાળ સંખ્યામાં તાલુકાના હોદ્દેદારો તેમજ લાભાર્થી બહેનોની હાજરીમાં યોજાયો હતો.

પ્રાંત અધિકારીશ્રી ચૌધરી દ્વારા બહેનોને રસોઇ કરવાની જૂની પધ્ધતિ ચુલા હવા સતત ધુમાડોને અનુસંધાને થતા રોગો તથા આરોગ્યને થતી હાની તથા એલપીજી કનેકશનથી નાણાની બચત તથા આરોગ્ય અંગે માહિતી આપી હતી.

માજી.ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા, વડાપ્રાશ્રી દ્વારા શરૂ કરાયેલ ગરીબ પરિવાર માટેની વિવિધ યોજનાઓ અંગે સમજૂતી આપી હતી અને ગરીબ પરિવારના ઘરે ઘરે ગેસ કનેકશન પહોચે તે માટે વડાપ્રધાનશ્રીની ઉજજવલા યોજના અંગે માહિતી આપી હતી.

જસદણ મામ.શ્રી ઝાલા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને વંચિત બહેનોને ગેસ કનેકશન કેમ મળી શકે તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.એજન્સીના અશ્વિનભાઇ ભાલાળાએ જણાવેલ કે વહીવટીતંત્ર તરફથી આ યોજનામાં કામ કરવા માટે સહકાર મળે છે. આજના મેગા કેમ્પમાં ૧૫૧ લાભાર્થીઓને કનેકશન આપવામાં આવ્યા છે.ગુંદાળા ગામને રાજકોટ જિલ્લામાં પ્રથમ સ્મોકલેશ વિલેજ બનાવી ઘરે ઘરે જઇ ગેસ કનેકશન આપવામાં આવ્યા છે અને હજુ પણ સરકારશ્રીની ઉજજવલા યોજના અંગે ઘરે ઘરે જઇ ગેસ કનેકશન આપી આ યોજનાને સફળ બનાવવા માટેના તમામ પ્રયત્નો કરાશે.

(11:20 am IST)