Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વાંકાનેરમાં ર૧૬ બોટલ દારૂ સાથે બાબુ પરમાર પકડાયો

ટાટા વેન્ચર વાહન સહિત ૩.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર, તા. ર૧ : વાંકાનેર પોલીસે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન જડેશ્વર રોડ પરથી ઇંગ્લીશ દારૂની ર૧૬ બોટલ સાથેનું ટાટાવેન્ચર વાહન પકડી પાડી ચાલક સામે ગુનો નોંધી રૂ. ૩,૬૪,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વાંકાનેરના પી.આઇ. બી.ટી. વાઢીયા, પી.એસ.આઇ. આર.પી. જાડેજા ઉપરાંત ડી-સ્ટાફના રાજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઇ ઝાપડીયા, સંજયસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરેશભાઇ આંગલ, અરવિંદભાઇ ઓળકીયા, રણધીરસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ રાત્રી પેટ્રોલીંગમાં હતો ત્યારે રાતીદેવળી-જડેશ્વર રોડ નજીક પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળતા વોચ ગોઠવી હતી અને તે દરમ્યાન વાહન નિકળતા પોલીસે તેને અટકાવી તલાસી લેતા તેમાં સીટ નીચે સ઼તાડેલો ૭પ૦ એમ.એલ.ની ર૧૬ નંગ ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસે વાહન ચાલક બાબુભાઇ ભરતભાઇ પરમાર રે. કાકડખીલા, જી. દાહોદ વાળાને પકડી પાડી રૂપિયા રૂ. ૬૪પ૦૦નો દારૂ તથા રૂ. ત્રણ લાખનું વાહન કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:19 am IST)