Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પ્રજાકીય અને જાહેર સુખાકારી માટે સફાઇ કામદારોનું ઉત્તમ યોગદાનઃ મનહરભાઇ ઝાલા

જુનાગઢના જિલ્લાના પ્રવાસે રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના ચેરમેન

જૂનાગઢ તા. ૨૦ : ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા હેઠળના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન શ્રી મનહરભાઇ વાલજીભાઇ ઝાલા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા છે. શ્રી ઝાલાએ કોન્ફરન્સ હોલ સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના સફાઇ કર્મચારીઓના હોદેદારો સાથે બેઠકનું આયોજન કરી મહાનગર અને નગરપાલીકા કક્ષાએ કામ કરતા સફાઇ કામદારોને પડતી મુશ્કેલીઓ, સફાઇ કામદારનાં પરિવારનાં કલ્યાણ માટે યોજનાઓની અમલવારી, બાળકોનાં શિક્ષણ સહિતની બાબતો, સફાઇ કર્મચારીઓની નિમણૂંકના માપદંડ, નોકરી દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીઓના વારસદારને રહેમ રાહે નોકરીમાં સમાવેશ, સફાઇ કર્મચારીઓને કાયમી કરવા અંગેના ધારા-ધોરણો અને તે અંગેની કાર્યવાહી, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લઘુત્ત્।મ વેતનની ચૂકવણી, સફાઇ કર્મચારીઓને માર્ગદર્શિકા મુજબ સલામતી – સુરક્ષા માટેના નિર્ધારિત સાધનો-ઉપકરણોની ઉપલબ્ધિ, સફાઇ કર્મચારીઓની આરોગ્ય તપાસ વગેરે જેવી સુવિધા વિશે પણ પૃચ્છા કરી જાણકારી મેળવી હતી.

સફાઇ કામદારોને રૂબરૂ મળીને મેળવેલ જાણકારી અને પ્રશાસનીક વ્યવસ્થામાં અને રાજય સરકાર તથા ભારત સરકાર દ્વારા મળેલ મુળભુત અધિકારોની કરવાપાત્ર અમલવારી સંદર્ભે જૂનાગઢ મહાનગર પાલીકાનાં નાયબ મ્યુનિ. કમિશ્નરશ્રી નંદાણીયા, આસી.જયેશભાઇ વાજા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી મિશ્રા, તેમજ જિલ્લાની સાતેય નગરપાલીકાનાં ચિફ ઓફીસરશ્રીઓ, કલેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીની સાથે બેઠક યોજી સફાઇ કર્મચારીઓના કલ્યાણ અને સુવિધા ઉપલબ્ધિ માટે વિચાર-વિમર્શ ર્કયા બાદ સફાઇ કર્મચારીઓની નિયમિત આરોગ્ય તપાસ હાથ ધરવા, કેન્દ્રિય માર્ગદર્શિકા મુજબ ઉનાળો-શિયાળો-ચામાસુ જેવી ઋતુઓ મુજબની જરૂરી સાધન-સામગ્રી-માસ્ક, ગ્લોઝ-હાથ મોઝા, ગમબૂટ સહિતના તમામ ઉપકરણો ઉપલબ્ધ કરવા, મૃત્યુ-નિવૃત્ત્િ।થી ખાલી પડેલ જગ્યાઓની રહેમ રાહે નિયમિત ભરતીની કાર્યવાહી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા, સફાઇ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે સમયાંતરે મેડીકલ કેમ્પ યોજવા અને નિદાન મુજબની પુરતી દવા-સારવાર થાય તે જોવા તેમણે જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી યોગ્ય કાર્યવાહી થવા સુચનાઓ આપવામાં આવી હતી.    

આ પ્રસંગે રજુઆત માટે મહાનગર કક્ષાએ કામ કરતા તથા નગરપાલીકા કક્ષાએ કામ કરતા સફાઇ કામદાર(કર્મચારી)ઓને સંબોધતા શ્રી મનહરભાઇ ઝાલાએ જણાવ્યુ હતુ કે સમગ્ર દેશ સ્વચ્છતાની એક મીશાલ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાને શ્નશ્નસ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત મિશનનું ઙ્ક અભિયાન સમગ્ર દેશમાં હાથ ધર્યું છે, ત્યારે લોકોની પ્રજાકીય અને જાહેર સુખાકારી માટે સફાઇ કામગીરી કરતાં કર્મચારીઓનું આ દિશામાં યોગદાન ખૂબ જ મહત્વનું બની રહ્યુ છે. પ્રજાનું સ્વાસ્થ્ય જાળવવા ખૂબ જ જોખમકારક પરિસ્થિતિમાં સ્વચ્છતા/ સફાઇની કામગીરી સંભાળતા સફાઇ સૈનિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે, સરહદ પરના સેનિકો જે રીતે સન્માનનાં અધિકારી છે તેટલા જ સન્માનનાં હક્કદાર સફાઇક્ષેત્રે સંકળાયેલ સફાઇ કામદારો પણ છે.

શ્રી મનહરભાઇ ઝાલાએ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત રાજયમાં સફાઇ કર્મચારીનાં કલ્યાણ માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ પગલાઓ લેવાયા છે. અને તેનું ચુસ્તપણે અમલીકરણ પણ અધિકારીઓ દ્વારા થઇ રહ્યુ છે. આમ છતાં કયાંક કશુક ખુંટતુ કરવાનું હશે તો તે બાબતે આયોગ અને આયોગની ભલામણો પર સરકારનું મન ખુલ્લુ છે. સરકારની માર્ગદર્શિકા મુજબ અને અમલીકરણમાં સમાવેશ વિવિધ યોજનાઓ હેઠળ મળતી સવલતોની જાણકારી મેળવી સમીક્ષા કરી હતી. તેમણે સફાઇ કર્મચારીઓને ખૂટતી જરૂરી સવલતો નિયત સમય મર્યાદામાં પુરી પાડવા પણ સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. સમગ્ર સમાજના સ્વાસ્થ્ય માટે સફાઇ કામદારની ભૂમિકા મહત્વની છે. સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સતત કાર્યશીલ રહેતા સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું નિવારણ થાય અને તેમના કલ્યાણ માટે કાર્ય કરવા સકારાત્મક અભિગમ અપનાવવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

કલેકટરશ્રી ડો. સૈારભ પારઘીએ બેઠકની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કરી ઙ્ગજિલ્લાનાં અમલીકરણ અધિકારીઓને સુચનાઓ આપતા જણાવ્યુ હતુ કે ભૂગર્ભ ગટરની સફાઇ માટે કાર્ય કરતા સફાઇ કર્મચારીઓને મળતીઙ્ગ વિશેષ સહાય, વિમો, વારસદારોને સહાય, સાધન-સહાય, સફાઇના સાધનો, ગણવેશ સહિતની વિગતો આપી પ્રો-એકિટવ બની સફાઇ કર્મચારી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચના આપી હતી. આરોગ્ય, આવાસ, શિક્ષણ સહિતની બાબતોમાં મળતી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાકીય સહાયનો લાભ મળી રહે તેવું આયોજન કરવા પર ભાર મૂકયો હતો.ગતવર્ષની ચેરમેનશ્રીની મુલાકાતનાં મુદાઓની સમીક્ષા કરી હતી.

જિલ્લાનાં અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૈાધરી, પોલીસ અધિક્ષકશ્રી નિલેષ ઝાઝડીયા, મેડીકલ ઓફીસરશ્રી સંજયકુમાર, સિવીલ હોસ્પીટલનાં ડો. દિપ્તીબેન, સમાજકલ્યાણ અધિકારી શ્રી મીશ્રા સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨)

(10:22 am IST)