Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોરબી જિલ્લામાં ધોરણ ૧૨ માં કુલ ૯૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.

મોરબી જીલ્લામાં આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાંના પેપર લેવામાં આવ્યા હતા જેમાં જીલ્લામાં કુલ ૯૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ ૧૨ માં આજે મોરબી જીલ્લામાં અંગ્રેજી વિષયના પેપરમાં ૯૧ વિદ્યાર્થીઓ, અનિવાર્ય કાવ્યમ વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જયારે કુલ ૭૬૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે ઉપરાંત સામાન્ય પ્રવાહ સંગીત વિષયના પેપરમાં ૦૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧૦૦૧ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

(10:12 pm IST)