Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોરબીમાં વ્હોટ્સએપમાં મેસેજ મામલે માથકૂટની ખાર રાખી ચાર શખ્સોએ બે યુવકને માર માર્યો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

મોરબીમાં આગાઉ વ્હોટ્સએપમાં મેસેજ મામલે માથકૂટ થઇ હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ બે યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના વિશીપરામાં રહેતા હુશેનભાઇ આલમભાઇ સામતાણીએ આરોપી એજાજ ઉર્ફે બાબુ સંધી, વીપુલ ગઢવી, સલીમ રાઉમા અને બશીર ફકીર વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે યમુનાનગરમા રહેતા અશરફભાઇ સાઉદીનભાઇ જેડા તેમના પરમમિત્ર છે અને બન્નેના ભાઇ જેવા સબંધ છે.આજથી છ માસ પહેલા પંચાસર રોડ પર અશરફના ભાઇ સાહિલને આરોપી એજાજ અને વીપુલ સાથે વ્હોટ્સએપમાં મેસેજ કરવા બાબતે ઝગડો થયેલ હતો જે-તે વખતે સમાધાન પણ થઈ ગયું હતું.
જે બાદ ગત તારીખ ૧૯ના રોજ હુશેનભાઇ અને અશરફભાઇ વાવડી રોડ ગોકુલફાર્મ પાસે ખુલ્લા ગ્રાઉડમા તેમના સમાજના સમુહ લગ્નમાં ગયા હતા અને ત્યાંથી નીકળ્યા બાદ બાઈકમાં તેમના ઘરે જવા નીકળ્યા હતા. બાઈક અશરફભાઇ ચલાવતા હતા. એ વખતે બપોરના દોઢ વાગ્યે વાવડી રોડ પર ગેબનશાપીરની દરગાહ પાસે નાળા પાસેથી પસાર હતા. એ સમયે અગાઉ વ્હોટ્સએપમાં મેસેજ મામલે થયેલ માથકૂટનો ખાર ઉતારવા પોતાના હાથમા ધારીયુ તથા તલવાર તથા લોખંડના પાઇપ સાથે બેઠા હતા. હુશેનભાઇ અને અશરફભાઇ ત્યાંથી પસાર થતા ચારેય આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને એજાજે તલવારનો એક ઘા હુશેનભાઇને ડાબા હાથે ખભા નીચે બાવડાના ભાગે માર્યો હતો.તેમજ વીપુલે લોખંડના ધારીયાનો ઘા અશરફભાઇને માથાના ભાગે મારી નાખવાના ઇરાદે મારી દેતા અશરફભાઇ ઢળી પડ્યા હતા. જેથી બન્ને બાઈક પરથી નીચે પડી ગયેલ હતા.એ સમયે સલીમ અને બશીરે લોખંડના પાઇપથી બન્ને મિત્રોને આડેધડ ઘા મારવા લગતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા પરંતુ આજુબાજુના માણસો ભેગા થઇ જતા ચારેય શખ્સો હથીયારો લઇ માધાપર બાજુ નાસી ગયા હતા.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(9:29 pm IST)