Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં કામ કરતા યુવક પર પતરું માથે પડતા ગંભીર ઇજા પહોંચતા મોત

સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં કામ કરતા યુવક પર પતરું માથે પડતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ત્રાજપર ખાતે રહેતા 30 વર્ષીય અજયભાઈ અશોકભાઈ દંતેસરીયા તારીખ 20 માર્ચના રોજ ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ ઓસીસ વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરી રહ્યા હતા. એ દરમિયાન તેઓ પતરું લઈને જતા હતા એ સમયે ઉપરથી પતરું માથે પડતા તેમના માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેને પગલે તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:27 pm IST)