Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દેવભૂમિદ્વારકા જિલ્લામાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ: ખંભાળિયા તાલુકાના જેપી દેવળીયા ગામે કમોસમી વરસાદ

જેપી દેવળીયા ગામના માર્ગો પર પુર જેવા દ્રશ્યો : ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી જ પાણી:સ્થાનિક નદી નાળાઓમા ઘોડાપુર:સતત માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા:જીરું, ઘઉં, ચણા, ધાણા, પાકને નુકસાન થવાની ભીતિ.

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિદ્વારકા જિલ્લામાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ છે,  ખંભાળિયા તાલુકાના જેપી દેવળીયા ગામે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેપી દેવળીયા  ગામના માર્ગો પર પુર જેવા દ્રશ્યો સર્જાયા હતા, ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી જ પાણી થઇ ગયા હતા, સ્થાનિક  નદી નાળાઓમા ઘોડાપુર:સતત માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા હતા જીરું, ઘઉં, ચણા, ધાણા, પાકને નુકસાન થવાની ભીતિ. સેવાઈ રહી છે

(9:20 pm IST)