Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કોટડાપીઠા પ્‍લોટ શાળામાં સ્‍થાપના દિનની ઉજવણી

કોટડાપીઠા : બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે વાવડા રોડ પર આવેલ પ્‍લોટ શાળામાં ૩૧ વર્ષ પૂર્ણ થતા શાળાના સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાતભાઈ કોઠીવાળ તેમજ કોટડાપીઠા સ્‍વામિનારાયણ મંદિરના સ્‍વામિના હસ્‍તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો. પ્રભાતભાઈ કોઠીવાળ તરફથી બાળકોને પ્રોત્‍સાહિત ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ ટાઢાણી પરિવારના નટુભાઈ, રમેશભાઈ, બાબુભાઈ, વિનયભાઈ તરફથી શાળાને વોટર કુલર, દફતર તેમજ રામભાઈ હુદડ તરફથી લંચ બોક્‍સ વિતરણ કરવામાં આવેલ. શાળાના બહુનીય પ્રતિભાવંત શિક્ષક મધુભાઈ બોરીચાનું સન્‍માન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષામાં સજજ થઈ દેશભક્‍તિ ગીતો, લાઠી રાસ તેમજ બીજા અન્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતા.  ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગને પ્રોત્‍સાહિત કરવા સરપંચ ગોરધનભાઈ વાઢેર, દાતા ચંદુભાઈ ચોવટીયા, પ્રફુલભાઈ ગજેરા, ભીમજીભાઇ, સી.આર.સી. અશ્વિનભાઈ મોઢડીયા અને પે સેન્‍ટર શાળાના આચાર્યો શિક્ષકો તેમજ પત્રકાર ભરતભાઈ મહેતા તેમજ વાલીઓ અને ગામના નાગરિક ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જગદીશભાઈ, મધુભાઈ, પંકજભાઈ, પારૂલબેન, સાગરભાઇ ક્રિષ્‍નાબેનએ જહેમત ઉઠાવી હતી.  કાર્યક્રમનું સંચાલન ક્રિષ્‍નાબેન ડી કોઠીવાળે કર્યું હતું.

(10:23 am IST)