Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ચલાલામાં જંતુનાશક દવા છંટકાવ માટે રજૂઆત કરતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કારીયા

ચલાલા તા.૨૧ : ચલાલામાં વાતાવરણમાં પલટો આવતા શહેરમાં માખી, મચ્‍છર જીવાતનો ઉપદ્રવ ઘણો વધ્‍યો છે. અને શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી જેવા રોગોમાં નોંધપાત્ર વધારો આવ્‍યો છે અને ચલાલા નગરપાલિકામાં બોર્ડની મુદત પૂરી થઈ ગઈ છે ત્‍યારે ચલાલામાં વધુ રોગચાળો ન પ્રસરે અને ખાસ કરી ૦ થી ૬ વર્ષના બાળકો રોગનો ભોગ ન બને તે માટે આખા શહેરી વિસ્‍તારમાં તાત્‍કાલિક જંતુનાશક દવા કે ડીડીટી છંટકાવ તથા ફોગિંગ કરાવવાનું અતિ જરૂરી બન્‍યું છે. આ અંગે ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા અગ્રણી ગીતાબેન કારીયાએ ચીફ ઓફિસર અને વહીવટીદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે તેમ ભાજપ ઉપપ્રમુખ ભૈયલુભાઈ વાળાની યાદીમાં જણાવેલ છે.

(10:23 am IST)