Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રતિભા સન્‍માનમાં ઓખા તાલુકા શાળાનું સન્‍માન

ઓખા : ખંભાળીયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ સમિતિ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રતિભા સન્‍માનમાં ઓખા તાલુકા શાળાનો દબદબો. જેમાં ઓખા તાલુકા શાળાના ખૂબ જ મહેનતુ અને શિક્ષણ પ્રત્‍યે જે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા એવા જાગળતિબેન પરમારના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ.તે બદલ જાગળતિબેન પરમારને સિલ્‍ડ અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ. દેવભૂમિ દ્વારકા જિલ્લા વાર્તા સ્‍પર્ધામાં બીજો નંબર બારીયા રાજવીર લાવેલ ત્‍યારે તેમને સરટીફીકેટ દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ.તેમજ ઝોન કક્ષાએ તેમજ ઇનોવેશન ફેરમાં સારીકાબેન રામોલિયા અને જાગળતિબેન પરમાર ભાગ લીધેલ તે બદલ સર્ટિફિકેટ આપી સન્‍માનિત કરવામાં આવેલ હતા.(તસ્‍વીર-અહેવાલ : ભરત બારાઈ ઓખા)

(10:17 am IST)