Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પ્રભાસ પાટણમાં શાન્‍તિ સમિતિની બેઠક મળેલ

પ્રભાસ પાટણ : પ્રભાસ પાટણ પોલીસ સ્‍ટેશનમાં શાન્‍તિ સમિતિની બેઠક મળેલ. આ બેઠકમાં આરએએફના અધિકારી રાજકુમાર તિવારી, પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ ભૂવા અને અન્‍ય અધિકારીઓની હાજરીમાં શાન્‍તિ સમિતિની બેઠક મળેલ હતી. જેમાં પ્રભાસ પાટણ કોળી સમાજના પ્રમુખ ઉકાભાઇ ગઢીયા,ઉપ પ્રમુખ રામભાઇ સોલંકી, સિન્‍ધી સમાજના મુકેશભાઈ ચાવરી, લલીતભાઇ ધામેચા, નૂરદિનભાઇ પટેલ, હરેશભાઈ વધાવા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ મીટિંગમાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજના આગેવાનોને શાન્‍તિ જાળવી રાખવા અપીલ કરવામાં આવેલ હતી. (તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:16 am IST)